ભાવનગર, તા. ૯
ભાવનગરના અધેવાડા ગામ પાસેના ઝાંઝરિયા હનુમાનજી મંદિરવાળા રોડ પર આવેલ શીતળા માતાજીના મંદિર પાસે રહેતા લક્ષ્મીબેન ગજરાજભાઈએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. જ્યારે શહેરના ઘોઘારોડ, રામનગર વિસ્તારમાં રહેતો યુવાન કાનજીભાઈ દુદાભાઈ ચૌહાણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ૧૦૮ એમ્બ્યુલન્સ, ઘોઘારોડ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
કાનજીભાઈ ચૌહાણે વ્યાજખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળેલ છે.