(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
દોઢેક વર્ષથી કિન્નર સમાજમાં ભળી ગયેલો વેસુ એસએમસી આવાસમાં રહેતા વ્યંઢળે ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બુધવારની સાંજે ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં કિન્નર મળી આવ્યો હતો. આપઘાતનું કારણ અકબંધ રહેતા ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વેસુ એસએમસી આવાસમાં રહેતા ૧૮ વર્ષીય કલ્પેશ ઉર્ફે કલ્પના બાય દોલતભાઈ પરમારે બુધવારની સાંજે ઘરેથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. માતા મંજુબેનએ જણાવ્યું હતું કે, ૪ સંતાનમાંથી કલ્પેશ બીજા નંબરનો દીકરો હતો. કલ્પેશે ધોરણ ૯ સુધીનો અભ્યાસ કર્યો હતો. દોઢેક વર્ષથી કિન્નર સમાજમાં ચાલ્યો ગયો હતો. દર રવિવારે ઘરે માતાને મળવા આવતો હતો. બુધવારે ભાઈની દીકરીને કપડાં અપાવવા આવ્યો હતો. મોટો ભાઈ ઘરમાં ઊંઘી રહ્યો હતો. ત્યારે કલ્પેશ ઉર્ફે કલ્પનાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘરકામ કરતાં માતાની સાથે કલ્પેશના આપઘાતથી આખો કિન્નર સમાજ શોક આવી ગયો હતો. દોઢ વર્ષમાં કલ્પેશ ઉર્ફે કલ્પના ૪-૫ વાર કિન્નર સમાજ સાથે પંજાબ, નડિયાદ, ગંગાપુર, રાજપીપળા સુધી સંમેલનમાં ગયો હતો. ખુશ રહેતા કલ્પેશના આપઘાતનું કારણ અકબંધ રહેતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.