ભાવનગર,તા.૩
મૂળ જૂનાગઢના વતની અને હાલ એલ.સી. વળિયા મહિલા છાત્રાલય ભાવનગર સરદારનગરમાં રહેતી પ્રિતીબેન જગદીભાઈ સાદિયા (ઉ.વ.રપ)એ ગઈકાલે પોતાના રૂમમાં કોઈ હાજર ન હતું તે વખતે રૂમ બંધ કરી કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ લીધો હતો. મોડે સુધી રૂમનો દરવાજો ન ખુલતા આ અંગે ટ્રસ્ટીઓને જાણ કરાતા તેઓએ પોલીસને જાણ કરી રૂમનો દરવાજો તોડી યુવતીની લાશને નીચે ઉતારી પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી હતી અને મૃતકના માતા પિતાને જાણ કરી હતી.