(સંવાદદાતા દ્વારા) મેઘરજ, તા.૧૭
મેઘરજ તાલુકાના રેલ્યો ગામે રવિવારના રોજ ઘરેથી ભેસો ચરાવવા નીકળેલ કાકી ભત્રીના નદીમાં ડુબી જતા બંનેના મોત નીપજતા પરીવારમાં માતમ છવાયો હતો.
મેઘરજના રેલ્યો ગામના ગીતાબેન રાઠોડ અને નવ વર્ષની સેજલબેન રાઠોડ બંને રવિવારના રોજ ભેંસો ચરાવવા ગયા હતા અને નદીમાં રહેલ ભેંસોને બહાર કાઢવા નવ વર્ષની સેજલ પાણીમાં ગઈ હતી અને અચાનક તે ઉંડા પાણીમાં ઘરકાવ થઈ જતા પાણીમાં ડુબવા લાગી હતી અને ભત્રીજીને ડુબતી જોઈ કિનારા પર રહેલ કાકી ગીતાબેન પણ પાણીમાં ગયા હતા તે દરમિયાન કાકી અને ભત્રીજી બંનેના નદીમાં ડુભી જવાથી મોત નીપજ્યા હતા. સાંજે ભેંસો એકલી ઘરે પરત આવતા પરીવારજનોને શક જતા પરીવારજનો બંનેની શોધખોળ આદરી હતી પરંતુ મોડી સાંજ સુધી કાકી ભત્રીજીની કોઈ ભાળ મળી ન હતી અને સોમવારના રોજ વહેલી સવારે બંનેના મૃતદેહો પાણીમાં તરતા જોવા મળતા પરીવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી આ ઘટના અંગે મૃતક મહિલા ગીતીબેનના પતિ રમેશ કનુ રાઠોડે મેઘરજ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ફોટોગ્રાફ અને ઘટના સ્થળ જોતા નદીમાં ઢીંચણસમાં પાણી દેખાય છે તો શુ આટલા પાણીમાં કોઈ ડૂબી શકે ?? આવા અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે ત્યારે આને હત્યા ગણવી કે આત્માહત્યા તે અંગે પોલીસ ધ્વારા તપાસનો વિષય બનવા પામ્યો છે.