ભરૂચ,તા.ર૭
નાડીડા તાલુકા વાગરા ખાતે આજ રોજ ખેડૂત હિતરક્ષક દળની કારોબારી મળી જેમાં આસરે ૨૫૦ જેટલા અસરગ્રસ્ત ગામોના ખેડૂત આગેવાનોએ હાજર રહી ભાજપ સરકારની મનસ્વી અને બંધારણ વિરૂદ્ધની પીસીપીઆઇઆરની નગર રચના સામે સોમવારે દરેક ગામોની ગામ સભા બોલાવી ગામમા ઓથોરેટી નાઅધિકારી, અન્ય એજન્સીઝના કર્મચારી કે સરકારી અધિકારીએ ગામની હદમા સદર નગર રચનાના કામે પ્રવેસ કરવો નહી અને જો કરસે તો ગેરકાયદેસર પ્રવેસનો ગુનો દાખલ કરવામા આવસેનો ઠરાવ કરી તેવા જાહેર બેનરમાં ગામમાં લગાટડવાનુ નક્કિ કર્યુ.
સદર કારોબારીમાં આસરે ૨૩ અસરગ્રસ્ત ગામના આગેવાનોએ સરકાર સામે સંગઠીત બની પોતાની મહામુલી ખેતીની જમીનો નગર રચના નંબર એકથી ચઉદની જમીન હડપી લેવાના આયોજન સામે હવે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કર્યો.
સરકારની ખેડૂત વિરોધી નિતી વિરૂદ્ધ પ્રમુખ માવસંગ પરમાર, કોડીનેટર યાકુબ ગુરજી, બાલુભાઈ પ્રજાપતિ-અટાલી, સમીર રાજ- પખાજણ, ચીમનભાઈ પટેલ-ભેરસમ, મેન્દ્રસિંહ રાજ-સાયખા, હિમંતસિંહ યાદવ-અખોડ, હરેસભાઈ પટેલ-નવેઠા, વસંતભાઈ પટેલ- એકસાલ, ઈશાક રાજ-ગલેન્ડાએ ઓથોરેટીના અધિકારીઓની ઉચ્ચન્યાલયની અવમાનના અને ખેડૂતોને માનસિક ત્રાસ આપવાની નીતિની ઝાટકરણી કાઠી કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું આમ દહેજ વિસ્તારની નગર રચના મુદ્દે વિરોધ કરી રહેલ ખેડૂત હિતરક્ષક દળ આખરે ચાર વર્ષ લાંબી લડાઈ ખુબજ સંયમ અને શહનસિલતા સાથે લડ્યા પછી હવે આક્રમક વલણ અપનાવ્યું છે.