સાવરકુંડલા, તા.૧
અમરેલીનાં બૃહદગીર લીલીયા ક્રાકચ સહિત શેત્રુંજી નદીમાં વિહતરી રેડીઓ કોલર સિંહણનું ગંભીર બીમારીથી મોત થતા પ્રકૃતિ પ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરી આ સિંહણ એક ગ્રુપની મુખિયા હતી અને આની સાથેનાં ગ્રુપ તેમજ આ સિંહણ પર નજર રાખવા વન વિભાગના સ્થાનિક તેમજ દહેરાદુનનાં અધિકારીઓ દ્વારા આ સિંહણને રેડીઓ કોલર બેલ્ટ પહેરાવામાં આવ્યો હતો જેથી આ સિંહણ વન વિભાગ ના જી.પી.આર.એસ.માં સતત લોકેશનમાં જ રહેતી હોવા છતાં આ સિંહણની ગંભીર બીમારી અંગે તંત્ર જાણી શક્યું ન હતું અને આ સિંહણ બીમાર હાલતમાં શેત્રુંજી નદીનાં કાંઠે ઘૉબા ગામ નજીક ઘૉબાનાં રાજવી પરિવારની વાડીમાં બીમાર હાલતમાં મળી આવી હતી. જેથી વાડી માલિક દરબાર દિલુંભાઈ ખુમાણ દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગ દ્વારા બે દિવસ પહેલા આ સિંહણને રેકયું કરી જસાધાર એનિમલ કેરમાં સારવાર માટે ખસેડાઇ હતી. આજ રોજ હોઈમોકરોટીઝ નામક ગંભીર બીમારીને કારણે સારવાર દરમિયાન જ મોત થયું હતું જેથી પ્રકૃતિ પ્રેમીઓમાં કચવાટ ફેલાયો હતો ત્યારે વધુ એક તંદુરસ્ત સિંહણ જે સાતથી આઠ વર્ષની હતી તે સિંહણ તેના એક વર્ષનાં બે સિંહ બાળોને મૂકી મોતને ભેટી હતી. જેથી વન વિભાગ દ્વારા તેમના સિંહ બાળો પર નજર રાખી રહ્યા છે અને અન્ય ગ્રુપમાં હાલ સ્થાઈ કર્યા છે ત્યારે બીમારી સબબ મોત થવાથી આ વિસ્તારમાં કોલર તરીકે ઓળખાતી આ સિંહણનો ચેક જેસરનાં વિસ્તાર સુધી દબદબો હતો. જે સિંહણનું કમોત થતા સિંહણ પ્રેમીઓ પણ દુઃખી થયા છે.