(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
ગણપતિ વિસર્જન સવારીમાં આડેધડ ગુલાલ છાંટવા બાબતે ઠપકો દેતા રોષે ભરાયેલા ચાર શખ્સોએ હુમલો કરતાં રમેશ માછીને ગંભીર થઇ હતી.
પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર અનગઢ ગામ માછી ફળિયામાં રહેતા રમેશભાઇ ઉર્ફે ભયજી માછી તથા અન્ય રહીશો રવિવારની બપોરે શ્રીજીની વિસર્જન યાત્રામાં જોડાયા હતા. ફળિયામાંથી શ્રીજીની વિસર્જન યાત્રા પસાર થતી હતી ત્યારે માછી વગોમાં રહેતા કનુભાઇ માછીના ગણપતિની વિસર્જન યાત્રા આગળ હતી. વિસર્જન યાત્રામાં ગમે તેમ ગુલાલ નાંખવા અંગે કનુ રમેશભાઇ એ ઠપકો દેતા વિવાદ થયો હતો.તુ તુ મે મે થયા બાદ અર્જુન ઉર્ફે નાનીયો, સોમાભાઇ ખોડા, રાજુ ઉર્ફે સબો માછી ધસી આવ્યા હતા. અર્જુન ઉર્ફે નાનીયાએ પાળીયાનો ઘા ઝીંકી દેતા રમેશભાઇ માછીનાં માથાનાં ભાગે ઇજા થઇ હતી. લોહી નીગળતી હાલતમાં રમેશભાઇ માછીને સારવાર અર્થે દવાખાને લઇ જવાયા હતા. નંદેશરી પોલીસ મથકે હુમલાના બનાવ અંગે ચાર હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.