(એજન્સી) નવી દિલ્હી, તા.પ
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે બંધારણની કલમ ૩૫૬ હેઠળ ૨૦૧૮ની ૧૯મી ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. લોકસભામાં ૨૦૧૮ની ૨૮મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ રાજ્યસભામાં ૨૦૧૯ની ૩જી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ શાસનને બહાલી અપાઇ હતી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના માટે લાદવામાં આવ્યું હોવાથી રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત ૨૦૧૯ની ૩જી જુલાઇએ પુરી થઇ ગઇ હતી. કેન્દ્ર સરકારે સમયસર જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન રીન્યૂ કર્યું નહીં હોવાથી આ ભૂલના ગંભીર પરિણામ આવશે.