(એજન્સી) મુંબઈ, તા.ર૭
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે રવિવારે સવાલ ઉઠાવ્યો કે શું પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન ૧૬ ઓગસ્ટના દિવસે જ થયું હતું કે એ દિવસે તેમના નિધનની ઘોષણા કરવામાં આવી જેનાથી સુનિશ્ચિત થઈ શકે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણને અવરોધરૂપ ન બને. રાજ્યસભા સાંસદ અને શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદક સંજય રાઉતે વાજપેયીના નિધન દિવસને લઈ સવાલ ઉઠાવ્યો છે. જો કે રાઉતે નિધનના દિવસને લઈ ઉઠાવવામાં આવેલ સવાલનો કોઈ સ્પષ્ટીકરણ કે કારણ બતાવ્યું નથી. વાજપેયીના નિધનની ઘોષણા એમ્સ દ્વારા ૧૬ ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. તેમના નિધનનો સમય પણ બતાવવામાં આવ્યો હતો. રાઉતે કહ્યું કે, આપણા લોકો કરતા આપણા શાસકોને આ સમજવું જોઈએ કે ‘સ્વરાજ્ય’ શું છે. વાજપેયીનું નિધન ૧૬ ઓગસ્ટના દિવસે થયું પણ ૧ર-૧૩ ઓગસ્ટના રોજ તેમની તબિયત બગડી રહી હતી. સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય શોક અને ધ્વજને અડધો ઝુકાવીને ન રાખવો પડે અને નરેન્દ્ર મોદીને લાલ કિલ્લા પરથી પોતાનું વિસ્તૃત સંબોધન આપવાનું હતું, વાજપેયીએ ૧૬ ઓગસ્ટના રોજ દુનિયાને અલવિદા કહી (અથવા તો જ્યારે તેમના નિધનની ઘોષણા કરવામાં આવી) મરાઠીમાં લખવામાં આવેલ લેખનું શીર્ષક ‘‘સ્વરાજ્ય ક્યા હૈ ?’’ છે. શિવસેના જો કે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપના ગઠબંધનના સહયોગી છે, શિવસેના ભાજપ અને મોદી પર નિશાન સાધતી રહે છે. લેખમાં રાઉતે લખ્યું કે, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ વાજપેયીના નિધન પર આયોજિત શોક સભામાં ‘ભારત માતાની જય’ અને ‘જય હિન્દ’ના સૂત્રોચ્ચારો કર્યા અને એના કારણે શ્રીનગરમાં તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. શિવસેના સાંસદે કહ્યું કે, ‘જ્યારે આ માલૂમ પડે છે કે, પોલીસે આતંકવાદીઓને પકડ્યા છે અને દિલ્હી પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે. જો આ દર્શાવે છે કે, સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે.
રાઉતે કહ્યું કે, આ પરંપરા ચાલુ વર્ષે પણ જારી રહી. સ્વતંત્રતા દિવસ સમારોહ પર હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા ૧૦ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી. ભારે માત્રામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા. જેથી વડાપ્રધાને નિર્ણય લઈને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. રાઉતે લખ્યું કે, વડાપ્રધાન મોદીએ ગરીબો માટે ઘણી ઘોષણાઓ કરી (પોતાના સ્વતંત્રતા દિવસ સંબોધનમાં) તેમના ભાષણની શૈલી એવી હતી કે, પૂર્વવતી સરકારોએ કંઈ નથી કર્યું, જેથી સ્વતંત્રતા (હમણાં સુધી) બેકાર હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન કહી રહ્યા છે કે, લાંચ લેનાર લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યાં જ ઘૂસણખોરી ઓછી નથી થઈ આ સાચું છે કે, કલ્યાણ યોજનાઓ ટેક્સના પૈસાથી ચાલે છે. જે ઈમાનદાર લોકો ચૂકવે છે. આ પણ સાચી વાત છે કે, વડાપ્રધાનની વિદેશ યાત્રા પણ આ જ રકમથી પૂરી થાય છે અને જાહેરાતો પર ખર્ચ થનાર હજારો કરોડ રૂપિયા પણ આના દ્વારા હાંસિલ થાય છે. આ નવી રીત છે જેના હેઠળ ‘સ્વરાજ્ય’ કામ કરી રહ્યો છે.
શિવસેના નેતાએ વાજપેયીના નિધનના દિવસ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા

Recent Comments