ભયાનક કોમી રમખાણોથી અસરગ્રસ્ત બંગાળના નોઆખલીમાં મહાત્મા ગાંધીના અહિંસાના વિચાર અને આચરણની રીતસરની અગ્નિપરીક્ષા થઈ હતી

ભારતના સ્વાતંત્ર્ય પૂર્વે ઓક્ટોબર-નવેમ્બર ૧૯૬૪માં આજથી ૭૦ વર્ષ પૂર્વે બંગાળના નોઆખાલી જિલ્લામાં રમખાણો ફાટી નીક્ળ્યા હતા. બંગાળના તત્કાલીન વચગાળાના મુખ્યપ્રધાન અને મુસ્લિમ લીગના સભ્ય એચ.એસ.લુહારવાર્દીએ પોતાના પક્ષ ભાગલા માટેની માગણીના સમર્થનમાં આ પ્રદેશની હિન્દુ લઘુમતીઓ વિરૂદ્ધ રમખાણોને છૂટો દોર આપ્યો હતો. આ રમખાણોની મુખ્ય બાબત રમખાણો દરમ્યાન મહાત્મા ગાંધીની સુવિખ્યાત નોઆખાલી-યાત્રા હતી જ્યારે અહિંસાના તેમના વિચાર એ આચરણની અગ્નિકસોટી થઈ હતી. ગાંધીજીએ જ્યારે દિલ્હીથી નોઆખાલી જવાનો નિર્ણય કર્યો ત્યારે કેટલાય લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે સશસ્ત્ર, ઉન્માદી ગુંડાઓ સામે નોઆખાલી જવું વ્યર્થ છે. ઓક્ટોબરની આખરમાં દિલ્હીથી કૂચ શરૂ કરતી વખતે બાપુએ ચિંતિત લોકોને કહ્યું હતું, મારી અહિંસા નિઃસહાય અહિંસા નથી, મારી જીવંત અહિંસાની આ અગ્નિપરીક્ષા છે.

ગાંધીજી એ વાત પણ સારી રીતે જાણતા હતા કે નોઆખાલીમાં વ્યાપક હિંસા પાછળનો મકસદ ભાગલા માટે મુસ્લિમ લીગના અભિયાનને સમર્થન આપવા માટે છે. કોમી રમખાણોએ માત્ર સંગઠિત ભારતીય રાષ્ટ્રના ખ્યાલને જ નહીં, પરંતુ કોમી એખલાસ સ્થાપવાના ગાંધીજીના આજીવન પ્રયાસો સામે પણ પડકાર ફેંક્યા હતા.

સુંદર મૃત્યુને પામવું

નોઆખાલી રમખાણોના સમાચાર જ્યારે નવી દિલ્હી પહોંચ્યા ત્યારે ગાંધીજી ત્યાં જ મૃત્યુ પામવાની શક્યતા પર વિચારતા હતા. તેમણે જણાવ્યું હતું કે હું મૃત્યુ પામીશ, પરંતુ પરત નહીં આવું. તેમણે પત્રમાં લખ્યું હતું મૃત્યુ પામવાની પણ કળા હોય છે. મૃત્યુ તો તમામ પામે છે, પરંતુ સુંદર મૃત્યુને કઈ રીતે પામવું તે બધા એ શીખવાની  જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે નોઆખાલીમાં મારી અહિંસાની કસોટી થશે. જો આ અહિંસાની ટેકનિકનું ઔચિત્ય ન હોય તો હું મારી નાદારી જાહેર કરવી એ બહેતર રહેશે એવું ગાંધીએ જણાવ્યું હતું.

નિર્મલકુમાર બોઝે ગાંધીજીની નોઆખાલી યાત્રાનું સુંદર બ્યાન કર્યું છે. તેમણે કહ્યું છે કે ગાંધીજીએ ૪ જાન્યુઆરીના રોજ પોતાના ભાષણમાં જણાવ્યું હતું, હું અહીં રાજકીય લોકો સાથે વાત કરવા કે મુસ્લિમ લીગનો પ્રભાવ ઘટાડવા કે કોંગ્રેસનો પ્રભાવ વધારવા આવ્યો નથી પરંતુ તેમના દૈનિક જીવનની કેટલીક નાની વાતો કકરવા આવ્યો છું. હું ૩૦ વર્ષ પૂર્વે જ્યારથી ભારત પરત આવ્યો છું, ત્યારથી લોકોને આવી નાની અને સામાન્ય વાતો કરી રહ્યો છુું. જે આ દેશની સુરત બદલી શકે તેમ છે. ગાંધીજીનો રોજબરોજના જીવનનો આ વિચાર એ છે કે જેના તરફ અજય એસ.કારિયાએ  ઈતિહાસ અને હિસ્ટ્રી વચ્ચે ભેદ દર્શાવીને આપણું ધ્યાન દોર્યું છે.

n-2હિન્દ સ્વરાજમાં ગાંધીજીએ ‘‘પ્રેમના બળ’’ અને ‘‘આત્મા કે સત્યના બળ’’ના આધારે ઈતિહાસના પ્રભાવક વિચાર સામે ઈતિહાસનો અન્ય સિદ્ધાંત રજૂ કર્યો હતો. સત્યાગ્રહ અહિંસાના સિદ્ધાંત પર આધારિત હતો. એટલે આ પ્રતિ-ઈતિહાસ ચળવળમાં નવી પદ્ધતિની રાજનીતિનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ એક એવી રાજકીય ચળવળ હતી જે ગાંધીજીએ જણાવ્યા મુજબ પ્રેમના બળ અને આત્મા કે સત્યના બળ પર આધારિત હતી. ગાંધીજી માનતા હતા કે અવિશ્વાસ, ભય અને હિંસાના આધિપત્ય ધરાવતા ઐતિહાસિક રાજકારણનો આ જ વિભાવના પ્રતિકાર કરી શકે. ભયના રાજકારણનો એક વિકલ્પ ઊભો કરવાની ઝંખના હતી. ગાંધીજી નોઆખાલીમાં સત્યાગ્રહનું જે રાજકારણ આચરવા માંગતા હતા તેનો હેતુ ભયના રાજકારણના જોખમનો સામનો કરવાનો હતો.

નોઆખાલીમાં અહિંસક રીતે મૃત્યુ પામવાની શક્યતા સંબંધિત અન્ય સમસ્યાઓ પણ હતી. બંગાળનો મામલા ઉઠાવવા બદલ બંગાળ હિન્દુ મહાસભાના પ્રમુખ નિર્મલ ચંદ્ર ચેટરજીએ આભાર માન્યો ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે આ કોઈ ઉદારતા ન હતી, અને જો ઉદારતા હતી તો તે તેમની સ્વયં પ્રત્યે હતી. નિર્મલકુમાર બોઝે ટાંક્યા મુજબ ગાંધીજીએ વધુમાં જણાવ્યું હતું મારો પોતાનો સિદ્ધાંત નિષ્ફળ જઈ રહ્યો છે. હું એક નિષ્ફળ નહીં, પરંતુ સફળ માણસ તરીકે મૃત્યુ પામવા માંગું છું.

રમખાણો ભડકાવવામાં બંગાળ સરકારની સંડોવણી અંગે વાકેફ હોવા છતાંં ગાંધીએ રાજ્ય સરકારને તેમાંથી બચવાની તક આપી હતી. રામપુર ખાતે ગાંધીજીએ જાહેર કર્યું હતું કે હું તપાસ યોજવા પૂર્વ બંગાળ આવ્યો નથી. જ્યારે એક હિન્દુ રાજકીય કાર્યકરે બંગાળના પોલીસ અધિક્ષક અબ્દુલ્લા સાહિબને આત્મ વગરના માણસ ગણાવ્યા ત્યારે ગાંધીજીએ તેની તત્કાળ પ્રતિક્રિયા આપવા જણાવ્યું હતું. આત્મા ધરાવતા હોય એવા કોઈ પોલીસ અધિક્ષકને મેં હજુ સુધી જોયા નથી. ગાંધીજીએ દૃઢપણે જણાવ્યું હતું કે તેમને રાજ્ય પોલીસના સ્થાને લશ્કને તૈનાત કરવા કે પછી મુસ્લિમ પોલીસના સ્થાને હિન્દુ પોલીસને મૂકવામાં કોઈ રસ નથી. આ બધી તૂટેલી કે ભગ્ન જરૂરિયાતો છે એવું ગાંધીજીએ જણાવ્યું હતું. ગાંધીજીના પક્ષે એ એક અસાધારણ ચેષ્ટા હતી કે બંગાળ પ્રશાસનની રાજકીય તોફાની રમત છતાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વિશ્વાસ જળવાઈ રહે. જો કે મુખ્યપ્રધાન સુહરાવર્દીએ પોતાની સરકાર સામે હત્યાના આરોપને ટાળવાનો પ્રયાસ કર્યો ત્યારે ગાંધીજીએ મિજાજ ગુમાવ્યો હતો અને સુહરાવર્દી પર આક્ષેપ કર્યો હતો તમે માત્ર આ જ હત્યા માટે નહીં, પરંતુ બંગાળમાં થયેલી પ્રત્યેક જાનહાનિ તે પછી હિન્દુ હોય કે મુસ્લિમ, તેના માટે તમે જવાબદાર છો.

ઘોર અસત્યતા રાજકારણથી છંછેડાયેલા ગાંધીએ જાહેરમાં પોતાના આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કોમી આગ ઠારવા માટે રાજ્યના પ્રશાસન પર નૈતિક દબાણ લાવ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં કોમવાદી રાજકારણે તેના ઝેરી મૂળિયા ભારતની રાજકીય ભૂમિ પર ઊંડે સુધી ફેલાવી દીધા હતા.

વિશ્વાસની પુનઃસ્થાપના

ગાંધીજી રાજકારણમાં પોતાને નહીં સાંકળવાના વિચાાર સાથે બંગાળ આવ્યા હતા. જો કે તેઓ રાજ્યના રાજકારણની સમીક્ષા કરવા માંગતા હતા. તેમને આશ્ચર્ય અને આઘાત સાથે જણાવ્યું હતું કે અવિશ્વાસ ભયના માહોલમાં આમ કે સત્યાગ્રહનું રાજકારણ પ્રસ્થાપિત કરવું ઘણું મુશ્કેલ અને અઘરૂં હતું. સામ સામે ઝંઝાવાતી વાતાવરણ હોવા છતાં ગાંધીજીએ ગંદકી વચ્ચે પોતાને સ્થાપિત કરવાના પગલાંભર્યા હતા. તેમણે શાંતિ સમિતિની રચના કરવાની બંગાળ સરકારની પહેલને  સમર્થન આપ્યું હતું. જ્યારે હિન્દુ મહાસભાના નેતા મનોરંજન ચૌધરીએ શાંતિ સમિતિની રચના પૂર્વે ધરપકડની પૂર્વશરત રજૂ કરી ત્યારે ગાંધીએ તેમને જણાવ્યું હતું કે વિશ્વાસ મૂકવો એ વધુ શાણપણભર્યું પગલું રહેશે. ચાંદીપુર ખાતે એક પ્રાર્થનાસભામાં મોટાભાગના હિન્દુ શ્રોતાઓને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તેમને ખાતરીઓ આપીને છેતર્યા છે, છતાં પર્યાપ્ત કારણ વગર આ માનવ જગતમાં અવિશ્વાસ કરવો એ વ્યક્તિની ગરિમાથી નીચે છે.

જો તમામ મુસ્લિમ જૂઠા હોત તો ઈસ્લામ સાચો ધર્મ બની શક્યો નહોત. આ રીતે ગાંધીજીએ કપટના રાજકારણ અને બંગાળ સમાજના મૂલ્ય વચ્ચેનો ભેદ પાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સમુદાયો વચ્ચે દૈનિક સંબંધોમાં ધર્મનું રાજકારણ પ્રવેશે છે ત્યારે સામાજિક ક્ષેત્રનું સંપૂર્ણપણે કોમવાદીકરણ થાય છે. ગાંધીજીએ જણાવ્યું તેમ સરકાર બળ દ્વારા કાર્યવાહી કરશે. જ્યારે સામાન્ય નાગરિક સમજ અને સંમતિ સાથે આગળ વધશે. ગાંધીજીએ સામાજિક અને રાજકીય જીવન વચ્ચેનો ભેદ પાડ્યો હતો.

ગાંધીજી પણ આખરે માણસ હતા. તેમની ભત્રીજી મનુના શબ્દોમાં કહીએ તો તેમણે ભારતનો એક તાંતણે બાંધીને સુગ્રથિત કર્યું હતું. ગાંધીજીના જણાવ્યા પ્રમાણે ભારતને ચોક્કસ ધાર્મિક ઝોનમાં ધકેલવાએ કૃત્રિમ સ્કીમ બનશે.

ગાંધીજી માટે ધર્મ પર આધારિત રાષ્ટ્ર કૃત્રિમ હતું. જ્યારે ટાગોર માટે તમામ રાષ્ટ્રો જૂઠા અને અમાનવીય આધાર પર રચાયેલા છે. રાષ્ટ્રો ન તો કુવારતી છે કે ન તો નૈતિક, પરંતુ દેશની રાજકીય નીપજ, સમાન છે. આધુનિક ઈતિહાસમાં જે સૌથી ભયાનક નરસંહારો જોવા મળ્યા છે તેના પરથી લાગે છે કે ગાંધીનીની અહિંસક યોજના અને કાર્યક્રમ રાષ્ટ્રના હિંસા વિરોધાભાસને મહાત કરી શક્યા નથી. રાષ્ટ્રના ભાગલા તરફદોરી જનાર હિંસા અટકાવવાની ગાંધીજીની નિષ્ફળતાએ વાતની યાદ અપાવે છે કે રાષ્ટ્રોના હિંસક અને અનૈતિક જન્મ કરતા સભ્ય સમાજના સિદ્ધાંતોના જતન માટે કેટલીક નિષ્ફળતાઓ વધુ મૂલ્યવાન છે.

– માનસ ફિરાક ભટ્ટાચાર્ય

(માનસ ફિરાક ભટ્ટાચાર્યજી કવિ, લેખક, અનુવાદક અને ત્નદ્ગેંના પોલિટિકલ સાયન્સ

સ્કોલર છે.)