મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતી ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ આશ્રમમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આશ્રમવાસીઓએ પણ વડાપ્રધાન મોદીને આવકાર્યા હતા અને ભાવભીનુ સ્વાગત કર્યું હતું.