ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતીની ઉજવણી કરનારા આપણે ગાંધીજીના સ્વપ્નના ભારતથી કેટલાક દુર છીએ એ કદાચ આપણને જ ખબર નથી. દૂધમાં ભેળસેળ કરનાર એ અનાજ નથી ખાતો, નકલી દવા બનાવનાર-વેચનાર એ દવા નથી ખાતો, પણ  આ અને આવી અનેક વસ્તુઓ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક અને દેશના આરોગ્યને નુકસાન પહોંચાડનાર  છે. એ બધી જ વસ્તુઓ કે જે નુકસાનકારક છે તેનો ઉપયોગ એક યા બીજો ભારતીય જ કરે છે. જેને પ્રતિજ્ઞામાં આપણે પોતાનો ભાઈ કે બહેન ગણાવીએ છીએ. ત્યારે ગાંધી જયંતી નિમિત્તે વૈષ્ણવજન કે સાચા માનવી બનવાનો નિર્ધાર કરીએ તો જ આપણે ગાંધી જયંતીની ઉજવણીના સાચા હકદાર ગણાઈશું. બાકી અનેક ઉજવણીઓ માત્ર ઉજવણીઓ જ બનીને રહી જશે.