(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૩૦
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંંતિ ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડી થી સાબરમતિ આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રા સોમવારે આણંદ જિલ્લાનાં ઉમેટા પાસે વડોદરા જિલ્લામાંથી આણંદ જિલ્લામાં પ્રવેશતા યાત્રાનું સ્વાગત કરાયું હતું.
આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાનાં ઉમેટા પાસે મહી નદીનાં બ્રીજ પર ગાંધી સંદેશ આવી પહોંચતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ ઠાકોર, જિલ્લા પંચાયતનાં પ્રમુખ નટવરસિંહ મહિડા સહીત કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું,અહિયાથી ગાંધી સંદેશ યાત્રા આગફ્ર વધી ઉમેટાથી આસરમા,હઠીપુરા,આંકલાવ,કોસીન્દ્રા,અલારસા,નિસરાયા,થઈ બોરસદ પહોંચી હતી.
આ અંગે યાત્રામાં જોડાયેલા એ ગુજરાત પ્રદેસ કોંગ્રેસનાં સહપ્રભારી અને અખીલ ભારતીય કોંગ્રેસ સમિતીનાં સેક્રેટરી વિશ્વનાથ મોહંતીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભારત અને રાજ્યના શાસકો ગાંધીજીની વિચારધારાને ખતમ કરી ગોડસેની વિચારધારા થોપવાના પ્રયત્નો થઈ રહ્યો છે. અંગ્રેજોના શાસન દરમિયાન શિક્ષણ મોંઘુ, બેરોજગારી આસમાને અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ, અસમાનતા, અસહિષ્ણુતા આકરા કરવેરા, આ શાસનની ઓળખ હતી આજનુ શાસન અંગ્રેજોના શાસનને શરમાવ તેવો ે અત્યાચાર કરી રહ્યા છે.
ગાંધી સંદેશ યાત્રા આણંદ તાલુકાનાં ખાંધલી ગામેથી આણંદ વિધાનસભા મત વિસ્તારમાં પ્રવેશતા આણંદનાં ધારાસભ્ય કાંતીભાઈ સોઢાપરમાર,ખાંધલી ગામનાં સરપંચ ભરતભાઈ સોલંકી, સહીત અગ્રણીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કર્યું હતું.