Ahmedabad

ગાંધીધામ-ભાગલપુર વચ્ચે ર૭ એપ્રિલ તથા ૪ અને ૧૧ મેથી વિશેષ ટ્રેન દોડશે

અમદાવાદ, તા.રપ
પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળું વેકેશન દરમિયાન પ્રવાસીઓની વધતી સંખ્યા તેમજ તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને તારીખ ર૭ એપ્રિલ તથા ૪ અને ૧૧ મે (શુક્રવાર)ના રોજ ગાંધીધામથી તથા ૩૦ એપ્રિલ તથા ૦૭ અને ૧૪ મે (સોમવાર)ના રોજ ભાગલપુરથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
આ મુજબ ટ્રેન નંબર ૦૯૪પ૧ ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક ટ્રેન વિશેષ ભાડા સાથે તારીખ ર૭ એપ્રિલ, ૦૪ તથા ૧૧ મે (શુક્રવાર)ના રોજ સાંજે ૧૭.૪૦ કલાકે ગાંધીધામથી ઉપડીને દર રવિવારે સાંજે ૧૮.૦૦ કલાકે ભાગલપુર પહોંચશે. પાછા વળતા ટ્રેન નંબર ૦૯૪પર ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ તારીખ ૩૦ એપ્રિલ તથા ૦૭ અને ૧૪ મે (સોમવાર)ના રોજ સવારે ૬.૩૦ કલાકે ભાગલપુરથી ઉપડીને દર બુધવારે સવારે ૮.૦૦ કલાકે ગાંધીધામ સ્ટેશને પહોંચશે.
આ દરમિયાન માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ભચાઉ, સામખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, નડિયાદ, દાહોદ, રતલામ, ભવાનીમંડી, કોટા, સવાઈમાધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, ભરતપુર, અચનેરા, મથુરા, કાસગંજ, ફરૂખાબાદ, કાનપુર, લખનૌ, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરિયા સદર, સિવાન, છપરા, હાજીપુર, બરૌની, બેગૂસરાય, સાહિનપુર કમલ તથા મોંગ્યાર સ્ટેશન પર રોકાશે.
ખાસ ભાડા સાથે ચાલવાવાળી આ સ્પેશિયલ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર, જનરલ તથા પેંટ્રીકાર કોચ રહેશે. આ ટ્રેન મહામના શ્રેણીના કોચ સાથે દોડાવવામાં આવી રહી છે તેમ પશ્ચિમ રેલવેની અખબારી યાદીમાં જણાવ્યું હતું.