તા.૧૪
અફરોઝ આલમ સાહિલ ટુસર્કલ નેટ જે સમયમાં દેશમાં ઉર્દૂ, ફારસી તથા અંગ્રેજી ભાષાનો દબદબો હતો, એ સમયમાં પીર મોહમ્મદ મુનિસે હિન્દીને પોતાના લેખનની ભાષા તરીકે સ્વીકારી હતી અને હિન્દીને રાષ્ટ્ર ભાષા બનાવવાની પણ ભલામણ કરી હતી. ૧૯૦૯માં કર્મયોગીમાં તેમનો એક લેખ છપાયો. ‘રાષ્ટ્ર ભાષા હિન્દી હો’ જેને વાંચી તે સમયના દિગ્ગજ લેખક બાલકૃષ્ણ ભટ્ટે કહ્યું કે ‘‘તુમ લિખા કરો ઔર હંમેશા લિખા કરો. કુછ દિનો મેં તુમ્હારી ભાષા ઔર શૈલી કી કદ્ર હોગી’’ (તમે લખો અને હંમેશા લખતા રહો, થોડા દિવસો બાદ તમારી ભાષા અને શૈલીના વખાણ થશે) ૧૯૧૭માં અષ્ટમ હિન્દી સાહિત્ય સંમેલન પ્રયાગએ એક લેખમાળા પ્રકાશિત કરી હતી તેમાં મુનિસનો પણ એક લેખ સામેલ હતો. ‘ક્યા ઉર્દૂ હિન્દુ સે ભિન્ન કોઈ ભાષા હૈ ?’ (શું ઉર્દૂ હિન્દીથી અલગ કોઈ ભાષા છે ?) એમાં તેઓએ હિન્દુ-ઉર્દૂના અભેદને રેખાંકિત કર્યો હતો જેના પર આગળ આવીને પ્રેમચંદ જેવા ઘણા હિન્દી લેખકોના વિચાર સામે આવ્યા. યુનિસને હિન્દી પ્રતિ એવો લગાવ હતો કે તેઓ બધી સગવડતાઓને બાજુમાં કરીને બિહાર પ્રાંતિય હિન્દી સાહિત્ય સંમેલનમાં સંસ્થાપકોમાં હાજર રહ્યા અને નિયમિત રૂપે તેમની ગતિવિધિઓમાં રચનાત્મક રૂપે જોડાયેલા રહ્યા. તેઓ ૧૯૩૭માં સંમેલનમાં ૧પમાં અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા. રામવૃક્ષ બેનીપુરીએ બિહાર હિન્દી સાહિત્ય સંમેલનના રરમાં અધિવેશનની અવ્યવસ્થા કરતાં કહ્યું કે આ આસન પર આવીને જ મારી આંખો સામે આ સંમેલનની શરૂઆતના દિવસો યાદ આવી જાય છે. જ્યારે હું બાળક હતો શાળમાં ભણતો હતો જ્યારે ભાઈ યુનિસજી પૂજ્ય રાજેન્દ્ર બાબુથી પ્રેરણા લઈ પટનાથી પાછા ફરતા સમયે મુઝફ્ફરપુર આવ્યા હતા અને ત્યાંના સાહિત્યક ભાઈઓથી આ સંમેલનને સ્થાપવાની વાત ચલાવી હતી. આચાર્ય શિવપૂજન સહાય પોતાના એક લેખમાં લખે છે કે, મુસ્લિમ થઈને હિન્દીના લીધે મુનિસે જે આત્મસમર્પણ કર્યું છે. તેમનું ઋણ ચૂકવવું હિન્દી પ્રેમીઓનું કર્તવ્ય છે. ગણેશ શંકર વિદ્યાર્થી ૧પ ફેબ્રુઆરી ૧૯ર૧ના રોજ પોતાના અખબાર પ્રતાપમાં લખે છે કે, અમને કેટલીક એવી આત્માઓના દર્શન કરવાના સૌભાગ્ય છે જે એક ખૂણામાં ચૂપચાપ પડી રહે છે. સંસાર તેમના વિશે કંઈ પણ ન જાણી શકે. આ મહાન લોકોના જેટલા ઓછા નામ કમાય છે તેના કરતા વધારે તેમના કામ વખાણાય છે. તેઓ છૂપાયેલા રહેશે અને પ્રસિદ્ધિના સમયમાં બીજાને આગળ કરી દેશે. પણ કાર્ય કરવા અને મુશ્કેલીઓ વેઠવા માટે સૌથી આગળ રહેશે. શ્રીયુત પીર મોહમ્મદ મુનિસ પણ એવી જ આત્માઓમાંથી એક હતા. તમે એ આત્માઓથી હતા જે કામ કરવા જાણતા હતા. ચંપારણવાસીઓ ઘણા દિવસોથી મુશ્કેલીમાં મૂકાયેલા હતા. દેશના કોઈપણ નેતાઓનું ધ્યાન ત્યાં નહોતું ગયું. પણ મિત્રવર પીર મોહમ્મદ બેતિયા-ચંપારણવાસીઓની હાલત પર ચોંધાર આંસુ રડયા હતા. મોહમ્મદ મુનિસ જ મહાત્મા ગાંધીને ચંપારણની કરૂણ વાર્તા સંભળાવી હતી અને આ મોહમ્મદ મુનિસનો જ નિરંતર પરિશ્રમ હતું કે મહાત્મા ગાંધીના પગલાં ચંપારણની ભૂમિ પર પડ્યા હતા. ખરેખર આ મૂનિસના ક્રાંતિકારી શબ્દો હતા જે ગાંધીને ચંપારણ ખેંચી લાવ્યા અને ગાંધીના સત્યાગ્રહના કારણે ચંપારણની એક અલગ ઓળખ બની. ગાંધીજી જ્યારે પ્રથમવાર રર એપ્રિલ ૧૯૧૭ના રોજ ખેતિયા પહોંચ્યા ત્યારે હજારીમલ ધર્મશાળામાં થોડા સમય રૂકીને સીધા મોહમ્મદ મુનિસના ઘરે તેમની માતાને મળવા ચાલી પડ્યા હતા. ત્યાં મુનિસના હજારો મિત્રોએ ગાંધીજીનો અભિવાદન કર્યું હતું. ગાંધીજી જ્યારે ચંપારણમાં હતા ત્યારે સૌથી વધુ મુશ્કેલ હિન્દી ભાષાને લઈને આવી કારણ કે તેમને હિન્દી નહોતી આવડતી. કહેવામાં આવે છે કે ચંપારણમાં રહીને ગાંધીજીએ ખૂબ જ મનથી હિન્દી ભાષા શીખી હતી જેમાં પીર મોહમ્મદ મુનિસે સૌથી વધુ મદદ કરી હતી. મુનિસ ચંપારણમાં હંમેશા ગાંધીજીની સાથે રહ્યા અને સૌથી વધારે મદદ પણ કરી. અંગ્રેજોએ ગાંધીને મદદ કરનારા ૩ર લોકોનાં નામની એક યાદી તૈયારી કરી હતી જેમાં દસમું નામ પીર મોહમ્મદ મુનિસનું હતું. (જ્યારે ઉપરના નવ નામ ચંપારણથી બહારના લોકોના હતા) આનો ઉલ્લેખ ૧ર સપ્ટેમ્બર ૧૯૧૭ના ચંપારણના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ સી.એમ. મારશમ દ્વારા તિરહુત ડિવિઝનના કમિશનર એલ.એફ.મોરશૈદના લખાયેલા એક પત્રમાં મળે છે. આ પત્રમાં મુનિસના વિશે એમ પણ લખ્યું છે કે, બેતિયાના પીર મોહમ્મદ મુનિસ પાસે કંઈ પણ નથી જેનો કોઈ હોદ્દો નથી પણ એ એક ખતરનાક વ્યક્તિ અને બદમાશ છે.