અમદાવાદ, તા.૧ર
શહેરમાં ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતી ગેંગ છેલ્લા કેટલાક સમયથી સક્રિય થઈ છે. ત્યારે આવી જ જ્વેલર્સની દુકાનમાં ચોરીની ફરિયાદ રાણીપમાં નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે આ ગેંગે રાણીપમાં આવેલ આશાપુરા જવેલર્સમાં જઈ સોનાની ખરીદીના બહાને ૮૦ હજારથી વધુની સોનાના દાગીના લઈ ફરાર થઈ ગઈ છે ત્યારે આ મામલે વેપારીએ ફરિયાદ પણ રાણીપ પોલીસ સ્ટેશનમાં કરી છે.
સાથો સાથ આ ગેંગે શાસ્ત્રીનગરમાં પણ એક જવેલર્સની દુકાનમાં જઈ સોનાની ચોરી કરી ફરાર થઈ છે ત્યારે સાથો સાથ નીલકંઠ જવેલર્સમાં પણ એજ મોડસ ઓપરેન્ડીથી આવી ચોરી કરી નિકળી ગઈ છે.
ચોંકાવનારી વાત તો એ છે કે, આ ગેંગ સામે અનેક વેપારીઓ ફરિયાદી કરી ચુક્યા છે. પરંતુ પોલીસ અત્યાર સુધી તેમને પકડી શકી નથી જેથી આ ગેંગ માનો પોલીસને ખુલ્લુ પડકાર ફેંકી રહી છે.
આ મામલે પોલીસે આ ઠગ ગેંગના સીસીટીવી ફૂટેજ બહાર પાડ્યા છે. સોનાના વેપારીઓએ લગ્નસરાની આ મોસમમાં આ ગેંગનો ભોગ બનતા પહેલાં ચેતવું જરૂરી છે જે ગ્રાહકના સ્વાંગમાં આવી અને સોનાના વેપારીઓને ચૂનો લગાડી રહી છે.