(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
શહેરના નવલખી મેદાનમાં સગીરા પર ગેંગ રેપનાં ચકચારી બનાવમાં ઝડપાયેલા બંને નરાધમોને પોટેન્સી ટેસ્ટ સહિત અન્ય મેડીકલ ટેસ્ટ માટે વડોદરા પોલીસ અમદાવાદ સીવીલ હોસ્પિટલ લઇ જવા નિકળી હતી. ઉલ્લેખનીય છે કે, બે આરોપીઓ પૈકી એક આરોપી વડોદરા સયાજી હોસ્પિટલમાં સીમેન્સ (વીર્ય) ટેસ્ટ પણ આપી શકયો ન હતો.
નવલખી પર સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરવાનાં ચકચારી બનાવમાં પોલીસે તરસાલીનાં રહેવાસી કિશન કાળુભાઇ માથાસુર્યા તેમજ જશા સોલંકીને ઝડપી પાડયા હતા. બંને જણાંના પોલીસે ૮ દિવસનાં રીમાન્ડ મેળવી કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન સોમવારે બંને આરોપીઓને મેડીકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમના સીમેન્સ (વીર્ય), લોહી, લાળ, વાળ સહિતનાં નમૂના લેવામાં આવ્યા હતા. જોકે, બંને આરોપીઓ પૈકી કિશન માથાસુર્યા સીમેન્સ ટેસ્ટ આપી શક્યો ન હતો.ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા કિશન માથાસુર્યાનો બાકી રહેલો સીમેન્સ ટેસ્ટ ઉપરાંત બંને આરોપીઓનાં પોટેન્સી ટેસ્ટ સહિત અન્ય મેડીકલ ટેસ્ટ માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઇ જવાયા હતા.