અમદાવાદ,તા.ર૯
અમદાવાદ,તા.ર૯
મેઘરજ નગરની મુસ્લિમ યુવતીનું અપહરણ કરી ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ બે વર્ષ સુધી ગોંધી રાખી ગેંગરેપ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. બે વર્ષ પહેલા યુવતીનું અપહરણ કરીને આરોપીઓ લઈ ગયા ત્યારે થોડો સમય એક આશ્રમમાં તેને ગોંધી રાખી હતી. તેમજ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવવા માટે પણ આરોપીઓએ પ્રયાસ કર્યો હતો. ત્યારે બે વર્ષ બાદ યુવતી યેનકેન પ્રકારે આરોપીઓના ચુંગાલમાંથી છુટીને આવતા અપહરણ અને ગેંગરેપની ઘટના પરથી પડદો ઉંચકાયો છે. યુવતીએ રામગઢી ગામના જતિન પંચાલ સહિત ૧૧ લોકોની ગેંગ આ મામલામાં સંડોવાયેલી હોવાનો ખુલાસો કર્યો છે ત્યારે મેઘરજ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં તા.૨૦.૪.૨૦૧૭ના રોજ ૧૯ વર્ષીય ટી.વાય.બી.એ.માં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થિનીને મેઘરજ તાલુકાના રામગઢી ગામનો જતિન પંચાલ તેમજ તેની ગેંગના નરાધમોએ વિદ્યાર્થિની મોડાસા કોલેજના કામે જતી હતી તેવામાં મેઘરજ બસ સ્ટેશન નજીક જતિન પંચાલ અને વિમલ વાળંદે વિર્ધાર્થિની ને ધક્કોમારી કારમાં બેસાડી અને કાર માલપુર રોડ તરફ હંકારી મૂકી હતી. રસ્તામાંથી જતિન પંચાલના બે સાગરિતો આવી ગયા હતા અને વિદ્યાર્થિનીને અમદાવાદ તરફ લઇ ગયેલા અને રસ્તામાં વડાગામ મંદિર બાજુ લઇ જઇ અંધારૂ પડી જતાં વિદ્યાર્થિનીને જંગલમાં લઇ જઇ જતિન પંચાલ અને વિમલ વાળંદે વિદ્યાર્થિની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ યુવતીને મોતેશ્રીકંપા લઇ જઇ ગોધી રાખી હતી અને ત્યાં પણ અન્ય ત્રણ ઇસમો ગયા હતા અને આ ત્રણ ઇસમોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યાંથી આ યુવતીને આ નરાધમો કચ્છ બાજુ લઇ ગયેલા કચ્છના વાંઢા ગામ બાજુ યુવતીને લઇ જતાં યુવતીએ પોતાના ઘરે જવા રડીને આજીજી કરતાં અન્ય એક ઇસમ ત્યાં આવીને યુવતીના માથા ઉપર બંદુક મુકી કહેલું કે તુ ચુપચાપ અહી પડી રહે કઇ પણ બોલીશ તો ગોળી મારી દઇશ તેવી ધમકીઓ આપી યુવતી સાથે તેણે પણ દુષ્કર્મ આચર્યુ હતું આ યુવતીને ૧૩ માસ જેટલો સમય સુધી બેસલપર ગામે ગોધી રાખી હતી ત્યારબાદ યુવતીને સુરતના સોનગઢ બાજુ લઇ ગયેલા ત્યાં પણ અજાણ્યા માણસો આવી યુવતી સાથે શારીરિક અડપલાં કરતા હતા અને આંખો પર પટ્ટી બાંધી યુવતીને ત્યાં કોઇ આશ્રમમાં લઇ ગયેલા અને આશ્રમમાં યુવતીને ઘરકામ તેમજ મજૂરી કરાવતા હતા અને પૂરતું ખાવાનું પણ આપતા નહતા. જ્યાં બે માસ જેટલો સમય આશ્રમમાં યુવતીને ગોંધી રાખી હતી ત્યારબાદ યુવતીને આ નરાધમો કર્ણાટક રાનીબેનુર ગામ લઇ ગયા હતા એક માસ જેટલો સમય ત્યાંના કપચીના પ્લાન્ટમાં ગોંધી રાખી હતી ત્યાં યુવતીને કોઇ ઓળખી ગયું હોવાની શંકા જતાં આ નરાધમો યુવતીને ફરીથી કચ્છ-ભુજ બેસલપર લઇને આવેલા યુવતીનુ ધર્મ પરિવર્તન કરાવવા આ નરાધમોએ પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીનું આધારકાર્ડ ન હોવાથી ધર્મ પરિવર્તન કરાવી શક્યા ન હતા અને બીજા અન્ય કેટલાક ઇસમો યુવતી પાસે આવીને ધમકીઓ આપતાહતા કે તું અહીંયાથી ક્યાંય જઇ શતો તારા ટુકડા કરી જમીનમાં દાટી દઇશું પરંતુ પડોશમાં રહેતી એક મહિલાને આ યુવતી ઉપર દયા આવતાં મહિલાએ યુવતીને ઘરે ફોન કરવા મોબાઇલ આપ્યો હતો યુવતી એ ફોનથી તેના પરિવારજનોને વાત કરી હતી
યુવતીએ સમય સૂચકતા વાપરી ખાનગી રીતે ત્યાંથી ભાગી છૂટી અમદાવાદ આવી પહોચી હતી જ્યાં તેના પરિવાર જનો ઉભા હતા યુવતીને તેનો પરીવાર ઘરે લાવી પોલીસને જાણ કરી હતી. મેઘરજ પોલીસે યુવતીનુ નિવેદન લઇ કોર્ટમાં ૧૬૪નું નિવેદન આપ્યુ હતુ જેને લઇ પોલીસે ૩૭૬ની કલમ ઉમેરી ૧૧ જેટલા ઇસમો ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે યુવતીનું અપહરણ થયું ત્યારે યુવતીના પરિવારજનો પોલીસમાં ફરિયાદ આપવા ગયા હતા પરંતુ પોલીસે ફરિયાદ ન લેતાં યુવતીના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરવા દાદ માગી હતી તેના આધારે ગુજરાત હાઇકોર્ટે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરેલ તે હુકમના આધારે મેઘરજ પોલીસે રામગઢી ગામના જતિન પંચાલ નામના યુવક સામે ગુનો દાખલ કર્યોહતો અને યુવતી પરત આવતાં આખી ઘટનાનો ખુલાસો થતાં યુવતીનો પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે ત્યારે યુવતી સાથે થયેલ ગેંગરેપના આરોપીઓને કડકમાં કડક સજા થાય અને જરૂર પડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા આખો સમાજ તેમજ વિવિધ સંગઠનો પરિવાર સાથેછે તેવુ યુવતીના પરીવાર જનો એ જણાવ્યું હતું
અત્રે નોંધનીય છે કે અપહરણ અને ગેંગરેપના કેસમાં જે આરોપીઓના નામ ખુલ્યા છે તેમાં મોટા ભાગના આરોપીઓ ભગીની સંસ્થાઓ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.