(એજન્સી) નવી દિલ્હી તા.૩૦
ગુરૂગ્રામથી મહિલાનું અપહરણ કર્યા બાદ દિલ્હીમાં લઈ જઈને પાંચ શખ્સો દ્વારા ગેંગરેપ કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સોમવારે રાતે બની હતી. ૩૦ વર્ષીય મહિલાની સહારા મોલ પાસેથી અપહરણ કરી દિલ્હીના વસંતકુંજ ગેસ્ટહાઉસમાં લઈ જઈને ગેંગરેપ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, મહિલા એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. તે રાતે ૧૧ વાગે મોલથી બહાર નીકળીને રિક્ષાની રાહ જોઈ રહી હતી ત્યારે આરોપીઓએ તેણીને ઘરે છોડવા કહ્યું હતું. મહિલાએ ના પાડ્યા બાદ આરોપીઓએ તેને કારમાં ખેંચી લીધી અને આરોપી વસંતકુંજમાં એક ગેસ્ટહાઉસમાં લઈ ગયા અને વારાફરતી તેના પર રેપ ગુજાર્યો હતો. રેપ બાદ આરોપીઓ તેને રૂમમાં બંધ કરી જતા રહ્યા હતા. મહિલાએ મદદની બૂમો પાડી અને ગેસ્ટહાઉસના રસોઈયાએ દરવાજો ખોલ્યો હતો. એક આરોપીએ મહિલાને ઘરે જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાએ આરોપીને સળિયો માર્યો હતો. એવું કરીને તે ગેસ્ટહાઉસથી ભાગી ગઈ હતી અને મિત્રને ફોન કર્યો ત્યારબાદ મિત્ર તેને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ તેજવીર સિંહ, ગોપાલ પ્રસાદ, રૂપ દેવ, અંશુલ અને રામબાબુ છે.