પાલનપુર, તા.ર૩
પાલનપુરના સબ મરસીબલના ઉદ્યોગપતિએ પોતાની માલિકીની જમીનમાં ગાંજાની ખેતીનો છોડ ઉછેર્યા હતા કોઈ પણ જાતની પરવાનગી વગર નશાયુક્ત ગાંજાના છોડ ઉછેરવાની મળેલી બાતમીને આધારે સ્થાનિક ગુના શોધક શાખાએ આ ઉદ્યોગપતિની માલિકીની જમીનમાંથી ગાંજાના છોડને ઝડપી પાડ્યા હતા. ચાર કિલો ગાંજાના છોડ ઝડપી અને એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુર ડીસા હાઇવે, લડબી નાળા પાસે આવેલ એમ.જી સબમર્શીબલ મોટર એસેસરીઝ (તોરણ ટ્રેડ લીંક, ડ્યુકપંપ)ના માલિક વિનોદભાઇ રામાભાઇ પટેલની માલિકીની જગ્યામાં આવેલ કંપાઉન્ડમાં ગે.કા. અને અનઅધિકૃત રીતે ગાંજાના છોડનું વાવેતર કરી ઉછેર કરેલ છે તે આધારે તપાસ કરતાં સદર જગ્યાએથી ગાંજાના બે છોડ ૪ કિલો ૨૦૦ ગ્રામના મળી આવતાં પોલીસે ૨૫,હજારના કિંમતના ગાંજો ના છોડ સાથે પાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે.માં એન.ડી.પી.એસ.એકટ ૧૯૮૫ની કલમ ૨૦ બી-૧, મુજબ તપાસ હાથ ધરી છે.