જૂનાગઢ, તા. ૮
જૂનાગઢ રેન્જ આઈ.જી. સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની સૂચના મુજબ જૂનાગઢ શહેરમાં નશીલા પદાર્થો (એન.ડી.પી.એસ.)ની સદંતર નાબૂદી માટે સૂચના માટે સૂચના આપેલ તે અનુસંધાને એસ.જી.ટીમને સાબદી કરવામાં આવી હતી. આ દરમ્યાન ઈન્ચાર્જ પીઆઈ જે.એમ.વાળાને ખાનગી રાહે બાતમી મળેલ કે, અબ્દુલા ઉર્ફે યાસીન ગુલામહુસેન શેખ (રહે. જૂનાગઢ, નીચલા દાતાર) પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજો રાખી વેચાણ કરે છે. તે બાતમીના આધારે જૂનાગઢ, નીચલા દાતાર, કબ્રસ્તાન પાછળ, તળાવના કાંઠે રહેતો અબ્દુલા ઉર્ફે યાસીન ગુલામહુસેન શેખ (ઉ.વ.૪૮)ના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ગાંજો ૭.૬૬૭ કિ.ગ્રા. કિં.રૂા. પ૩,૭૩ર/- તથા મોબાઈલ કિં.રૂા. ૮૦૦/- મળી કુલ કિ.રૂા. પ૪,પ૩ર/-ના સાથે મળી આવતાં ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેના વિરૂદ્ધ જૂનાગઢ એ-ડિવિ. પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલ છે. પકડાયેલા આરોપી અબ્દુલા ઉર્ફે યાસીન ગુલામહુસેન શેખને એ-ડિવિ. પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે. આ કામગીરી પો.સબ ઈન્સ. જે.એમ.વાળા, એ.પી. ડોડિયા, એ.એસ.આઈ. આર.વી . વ્યાસ, સહિતનાં સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.