(એજન્સી) ભોપાલ, તા.૧૮
હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે ગરબા દરમિયાન બિન હિન્દુ ખેલૈયાઓ છોકરીઓને લોભાવવા માટે ભાગ લે છે. સમિતિએ વધુ ઉમેરતા કહ્યું કે, પ્રવેશ માત્ર હિન્દુ પુરૂષો સુધી જ સીમિત રાખવો જોઈએ અને તેમની ઓળખાણ આધારકાર્ડ દ્વારા સુનિશ્ચિત કરવી જોઈએ.
આ મુસ્લિમ સદભાગીઓને દૂર રાખવાનો આ પ્રયાસ છે. એવું સ્વીકારતા સમિતિના પ્રમુખ કૈલાશ બેગવાનીએ કહ્યું કે નકલી આધારકાર્ડ બનાવવું એ મતદાર ઓળખ પત્ર અને અન્ય દસ્તાવેજની જેમ સરળ નથી. જે ક્ષણે વ્યક્તિ આધારકાર્ડ પૂરૂં પાડે છે. ત્યારે તેની ઓળખાણ વિશે કોઈ શંકા રહેતી નથી.
બેગવાનીએ જણાવ્યું કે ઉત્સવ પત્યા બાદ અન્ય ધર્મના લોકો દ્વારા હિન્દુ યુવતીઓના શોષણની કેટલીક ફરિયાદો મળી છે. તેઓ હિન્દુ યુવતીઓના શોષણની કેટલીક ફરિયાદો મળી છે. તેઓ હિન્દુ યુવતીઓ સાથે પ્રેક્ટિસ સત્રો દરમિયાન મિત્રતા કરે છે અને ઉત્સવ દરમિયાન તેમનું શોષણ કરવામાં આવે છે.
તહેવારો અગાઉ એચયુએસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે આ સંબંધે હિન્દુ ઉત્સવ સમિતિને હજુ કોઈ બાંહેધરી આપવામાં આવી નથી.
સમિતિ દ્વારા ગણેશોત્સવ અને જૈન સમુદાયના પર્યુષણ પર્વ દરમિયાન માંસ અને દારૂની દુકાનો બંધ રાખવાની માગણી કરતું આવેદનપત્ર રજૂ કરાયું છે અને બિનકાયદેસર માસનું પરિવહન કરનાર પર સખ્ત પગલાં લેવાની માગ કરાઈ છે. જો કે સમિતિની ગણેશ પ્રતિમાને નવ ફૂટ સુધી બનાવવાની અરજીને આયોજકો દ્વારા ફગાવવામાં આવી છે. સમિતિએ કહ્યું કે આયોજકો જેઓ વધુ ઊંચી પ્રતિમાઓ બનાવવા માગે છે. તેમની પાસે બાંધણીપત્ર સહી કરાવવો જોઈએ. જેમાં તેઓ કોઈપણ અણબનાવની સંપૂર્ણ જવાબદારી લે. ગત વર્ષે બે યુવકો વીજળીના આંચકાનો ઉત્સવ દરમિયાન ભોગ બન્યા હતા.