(એજન્સી) તા.૧૯
ભારતીયએ સ્પષ્ટતા કરી છે કે ગરીબ રથનું સંચાલન અટકાવવા માટેનો કોઇ જ પ્રસ્તાવ નથી. પૂર્વ રેલમંત્રી લાલુ યાદવે આ ટ્રેનની શરૂઆત કરી હતી. તેના કારણે ખાસ રીતે ગરીબો અને લોઅર મિડલ ક્લાસને સસ્તામાં એસી રેલ મુસાફરી કરાવવા માટે ચલાવાતી હતી. પહેલા સમાચારો આવી રહ્યા હતા કે રેલવે મંત્રાલય આ સેવા બંધ કરી શકે છે. જો કે, શુક્રવારે સમાચારો પ્રકાશિત થયા બાદ રેલવે વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ગરીબ રથ ટ્રેનને બંધ કરવા માટેનું કોઇ જ આયોજન નથી. જો રેલવે મંત્રાલય આ અંગે કોઇ પણ નિર્ણય લેશે તો યાત્રીઓને પહેલા જ જણાવવામાં આવશે. હાલ રેલવે વિભાગ ૨૬ જોડી ગરીબ રથ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. ગરીબ રથને ૨૦૦૫માં ચાલુ કરવામાં આવી હતી. તેનું ભાડુ મેલ અને એક્સપ્રેસ ટ્રેનનાં છઝ્ર બર્થ કરતા ઓછું હોય છે. તેમાં માત્ર ચેરકાર અને થ્રી ટિયર (૭૮ સીટ) વાળા ડબ્બાઓ જ હોય છે. ગરીબ રથમાં મુસાફરી કરનારા મુસાફરોને ઓઢવા, પાથરવા માટે કંઇ આપવામાં આવતું નથી. એક સમય હતો જ્યારે આ ટ્રેન સુપર ફાસ્ટ ટ્રેન કરતા વધારે પ્રાથમિકતા આપવાળી ટ્રેન હતી. તેની મહત્તમ ગતિ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે રાજધાની અને દૂરાંતો જેટલી હતી. પૂર્વ રેલમંત્રી લાલુ યાદવે સૌથી પહેલા ગરીબ રથ સહરસા (બિહાર) થી અમૃતસર (પંજાબ) સુધી ચલાવી હતી. તેનું નામ સહરસા અમૃતસર ગરીબરથ એક્સપ્રેસ છે.