ગારિયાધાર, તા.૧૧
ગારિયાધાર તાલુકાની લગભગ તમામ શિક્ષણ સંસ્થાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી ૧૦ ઓગસ્ટના રોજ ખૂબ ઉત્સાહભેર કરવામાં આવી હતી.
સિંહ માનવમિત્ર છે અને આપણા સામાજિક જીવનનો હિસ્સો છે તેવી વાત સ્થાપિત કરવા જાગૃત રેલીઓનું આયોજન કરવામાં આવ્યું. ગારિયાધાર શહેરની સરકારી અને ખાનગી શિક્ષણ સંસ્થાઓ પણ તેમાં સામેલ થઈ. વન વિભાગના અધિકારીએ દેવેન્દ્રસિંહ પરમાર એમ.ડી. પટેલ હાઈસ્કૂલના કાર્યક્રમમાં સામેલ થયા અને તેઓએ સિંહ આપણા મહામૂલા પ્રાણી તરીકે જતન કરવા અપીલ કરી, પરવડી, વેળાવદર, મોટી વાવડી, ચારોડિયા, સુરતિવાસ વગેરે શાળાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ સિંહના મહોરા પહેરીને ફરવાનો બાળકોને અનેરો આનંદ આવ્યો. શપથ ગ્રહણ અને નાનકડી ટેલી ફિલ્મ પણ બાળકોને બતાવવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા પ્રા.શિ. અધિકારી શ્રી અજયભાઈ જોશી, બીઆરસી, ગીરીરાજસિંહ વિશ્વ સિંહ દિવસના તાલુકા સંયોજક તખુભાઈ સાંડસુર ભરતભાઈ ગોટી, મનસુખભાઈ સદાતિયા, વર્ષાબેન પટેલ અને સીઆરસી, દિનેશભાઈ ઝાલા વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.
ગારિયાધાર તાલુકામાં વિશ્વ સિંહ દિવસ ઉજવાયો

Recent Comments