અમદાવાદ,તા.ર૬
રાજયભરમાં કાળઝાળ ગરમીએ માઝા મુકી છે. ગરમીને લીધે સમગ્ર પ્રકૃતિ પ્રભાવિત થઈ છે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે લોકો બપોરના સમયે કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે. તબીબો પણ વધારે પ્રમાણમાં પ્રવાહી લેવાનું સૂચવી રહ્યા છે. જયારે આવનાર દિવસોમાં ગરમી પોતાનો પ્રકોપ જારી રાખશે ત્યારે સ્વાસ્થ્ય સંબંધી તકેદારી રાખવાનું તબીબો સૂચવી રહ્યા છે અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન ૪ર.૩ ડિગ્રી નોંધાયું હતું. જયારે અનેક સ્થળોએ પારો ૪૦ ડિગ્રીની નજીક રહેવા પામ્યો હતો.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪ર.૩
રાજકોટ ૪ર.૦
અમદાવાદ ૪૧.૩
ઈડર ૪૧.ર
અમરેલી ૪૧.૦
ભૂજ ૪૧.૦
કંડલા ૪૦.૬
ડીસા ૩૯.૦૮
ગાંધીનગર ૩૯.૮
વડોદરા ૩૯.૭