નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને મોટેરા સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. જો કે, બપોરે આકરા તાપને લીધે તડકામાં બેસેલા લોકો અકળાઈ ગયા હતા. ત્યારે ગરમીથી બચવા માટે ક્યાંક લોકોએ આમંત્રણ પત્રિકા માથે મૂકીને છાયડો કર્યો હતો તો ક્યાંક તાપથી બચવા મોદી માસ્કનો સહારો લેવાયો હતો. પ્રસ્તુત તસવીરમાં ગરમીથી બચવા આમંત્રણ પત્રિકા માથે મૂકતી મહિલા અને મોદી માસ્કથી ગરમીથી બચતો યુવક નજરે પડે છે.