અમદાવાદ, તા.૯
રાજ્ય વિધાનસભાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ રાજ્ય વહિવટી તંત્રમાં ઘણા વ્યાપક પ્રમાણમાં રોજ-બરોજ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આજે લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં પાંચ જેટલા રાજ્ય સરકારના સનદી અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર ખાતે એડિ.કલેક્ટર તરીકે ફરજ બજાવતા યુ.એન.વ્યાસ ને ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓર્થોરિટીના સી.ઈ.ઓ તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અન્ય કોઈ હુકમ ન થાય ત્યા સુધી તેમણે આ ચાર્જ સંભાળવો પડશે. આ જ પ્રમાણે યુએન વ્યાસ ને ભાવનગર ડી.આર.ડી.એના ડિરેક્ટર ડી.ડી.જાડેજાના રજાના સમય દરમ્યાન ચાર્જ સંભાળવાનો રહેશે. આ સાથે ગાંધીનગરમાં ડિરેક્ટર એમ્પ્લોયમેન્ટ તરીકે ફરજ બજાવી રહેલા વી.એન.શાહને ગુજરાત રૂરલ હાઉસિંગ બોર્ડના સેક્ટરી તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ડિરેક્ટર ડી.આર.ડી.એ સાંબરકાઠા હિમતનગર ખાતે ફરજ બજાવી રહેલા આર.એમ.ડામોરને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ટ્રાયબલ એરિયા સબપ્લાન ખેડબ્રહ્માનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. આર.એમ.પંડ્યા કે જેઓ ડિરેક્ટર ડી.આર.ડી.એ લુણાવાડા ખાતે ફરજ બજાવે છે. તેમને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ટ્રાયબલ એરિયા સબપ્લાન લુણાવાડા ખાતે વધારાનો ચાર્જ સંભાળવાનો રહેશે.
૩૫ TDOની બદલી
અમદાવાદ, તા.૯
રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી હવે ગમે તે સમયે આવી શકે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આચાર સંહિતાનો અમલ શરૂ થાય એ અગાઉ વિવિધ અધિકારીઓની બદલી અને બઢતીનો શરૂ કરવામાં આવેલો ક્રમ યથાવત જોવા મળ્યો છે. રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ફરજ બજાવતા ૩૫ જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.
નામ હાલની જગ્યા બદલીનું સ્થળ
એન.વી.તેજોત માંડલ બાલાસિનોર
કે.બી.પંચોલી બાબરા ગારિયાધાર
એમ.કે.પરમાર દાંતીવાડા દસાડા-પાટડી
એન.સી.ઠાકોર દિયોદર વિજયનગર
એમ.પી.જોષી ધાનેરા બરવાળા
બી.ડી.સોલંકી પાલનપુર સમી
કે.એચ.ઉપલાણા સુઈગામ ખેરાલુ
પી.એમ.પરમાર વડગામ થરાદ
ડી.બી.ચાવડા વાવ વડાલી
ડી.આર.અધિકારી ભાવનગર શિનોર
બી.ડી.ગોહીલ પાલિતાણા જાફરાબાદ
એચ.એમ.ભાસ્કર રાણપુર મહેમદાવાદ
આર.પી.દુસાને સુબીર નીઝર
એન.પી.જોષી દ્વારકા રાણાવાવ
બી.કે.કટારા કાલાવડ દ્વારકા
એ.વાય.વ્યાસ વિસાવદર ધારી
સી.ડી..ડામોર માંડવી ધ્રોલ
આર.એસ.પરમાર ખેરાલુ કઠલાલ
આર.આર.બરજોડ સતલાસણા ખાનપુર
એસ.એચ.રાઠવા ડેડીયાપાડા જાંબુધોડા
આર.ડી.પોરાણીયા રાધનપુર ભાભર
કે.આર.આંત્રોલીયા રાણાવાવ ભાણવડ
પી.એલ.વાઘાણી જામકંડોરણા ઓલપાડ
જે.જી.ગોહિલ કોટડાસાંગાણી ટંકારા
જે.આર.સોલંકી લોધિકા કાલાવડ
ટી.એમ.મકવાણા દસાડા નડિયાદ
કે.કે.ચૌધરી તલોદ ભીલોડા
યુ.એસ.ઠાકોર વડાલી કાલોલ
એસ.એમ.પટેલ બારડોલી વાલોડ
ડી.ડી.વાઘેલા ઓલપાડ જલાલપુર
કે.આર.ગરાસીયા પલસાણા ખેરગામ
ડી.એમ.તડવી ડભોઈ નસવાડી
ઓ.એન.રાઠવા ડેસર બોરસદ
સી.ડી.ભગોરા લાથી બોટાદ
કે.એમ.પરમાર સમી પાલનપુર