(એજન્સી)
તા.ર૮
હરિયાણાના મેવાતમાં આવેલા રોહિંગ્યા શરણાર્થીઓના રાહત કેમ્પમાં શોર્ટ-સર્કિટથી લાગેલી આગ ગેસ સિલિન્ડર ફાટવાને કારણે વધારે પ્રસરતા ૧૮૭ રોહિંગ્યા શરણાર્થીઓની પ૭ ઝૂંપડીઓ બળી ગઈ હતી. કેટલાક રહેવાસીઓનું કહેવું છે કે તેમણે પહેલા શોર્ટ-સર્કિટના તણખા જોયા હતા થોડીવાર પછી એક ઝૂંપડી પર વીજળીનો જીવંત તાર પડી જતાં પ્લાસ્ટીક અને તરપોલિનની બનેલી ઝૂંપડીમાં આગ લાગી ગઈ હતી. પવનના કારણે કે આગની જવાળાઓ ફેલાતા અન્ય ઝૂંપડીઓમાં રહેલા રાધણ ગેસના સિલિન્ડરો વિસ્ફોટ પામ્યા હતા બપોરે રઃ૩૦ વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડની ત્રણ ટ્રકો ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ તે આગ પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ જતા અગ્નિશામક વિભાગે બે સભ્ય ટ્રકોને પણ મેળવ્યા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે મેવાતના છ રોહિંગ્યા શરણાર્થી કેમ્પોમાં લગભગ ૧૩૦૦ રોહિંગ્યાઓ રહે છે.