લુણાવાડા, તા.૩૦
મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડા નગરના બેડાફળીની વિસ્તારમાં રવિવારે સાંજે ગેસના બે બોટલ ફાટી જવાથી બે મકાન બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાથી મકાનની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી અને તુરંત જ ફાયર બ્રિગેડ આવી પહોંચી હતી. પરંતુ આ સમગ્ર જ્વાળામુખીમાં બચ્યું હોય તો તે માત્ર મુસ્લિમ ધર્મનો પવિત્ર ગ્રંથ કુર્આનશરીફ સમગ્ર બનાવમાં બે મકાનો તેમજ તેમાં રહેલી સમગ્ર સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.
બનાવ બનતા હજારોની સંખ્યામાં લોકટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાટી નીકળેલ આગમાં કુર્આન શરીફને સહી સલામત જોતા આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા હતા. અલ્લાહ તઆલાએ પોતે ફરમાવ્યું છે કે કયામત સુધી કુર્આન શરીફની હિફાઝતની જીમ્મેદારી લઉં છું તો ત્યારબાદ આપણે મુસલમાન કોમે પણ તેમાંથી ઈબરત લેવી કે નહીં ???