બાવળા,તા.૧૮
હરિયાણા રાજ્યમાંથી ગેસના ટેન્કરમાં છુપાવીને ગુજરાત રાજ્યમાં લવાતો વિદેશીદારૂનો જથ્થો અમદાવાદ રેન્જ આર.આર.સેલની ટીમે ઝડપી પાડ્યો છે.
અ.પો.કો. મહીપાલસિંહનાઓને બાતમી મળેલ કે બાવળાથી બગોદરા તરફ જતા રાજકોટ હાઈવે ઉપર આવેલા કોઈ પણ હોટલ ઉપર એક ભારત ગેસ લખેલું ટેન્કર નંબર આરજે.૦૯.જીએ.૪૭૮૧નું પાર્કિંગમાં રોકાયેલ છે. જેથી આર.આર.સેલની ટીમના ઈન્ચાર્જ એ.એસ.આઈ હિતેન્દ્રકુમાર, અ.હે.કો. અજપસિંહ, અ.પો.કો. અનીલગીરી, પો.કો.સુધિરકુમાર સાથે તા.૧૭/પ/૧૮ના અમદાવાદ-રાજકોટ હાઈવે રોડ ઉપર બાવળાથી હોટલો ચેક કરતા કરતા બગોદરા ટોલટેક્ષથી રાજકોટ તરફ આવેલ વે-વેઈટ હોટલના પાર્કિંગમાંથી બાતમીવાળી ટ્રક નં.આરજે.૦પ.જીએ.પ૭ર૧ સાથે બે ઈસમોને પકડી પાડી ભારત ગેસ લેબલવાળા ટેન્કરમાં તપાસ કરતા ટ્રકમાંથી મેકડોવેલ્સ વ્હીસ્કી તથા બ્લુમુન ડ્રાઈજીન બનાવટની પેટીઓ નંગ-૯ર૩ કુલ બોટલો નંગ-૧૧૦૭૬ જેની કિં.રૂા.રર,૮૦૦/- તથા ટેન્કરની કિં.રૂા.૧પ,૦૦,૦૦૦/- સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૪૮,ર૭,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બગોદરા પો.સ્ટે ગુનો દાખલ કરાવવામાં આવેલ છે અને આ ગુનામાં સંડોવાયેલ હરિયાણા તથા ગુજરાતના મુખ્ય સુત્રધારોને પકડવા ગુનાની આગળની વધુ તપાસ આર.આર.સેલની ટીમ કરી રહેલ છે.
આરોપીઓ
(૧) ગણેશ ભેરૂલાલ વ્યાસ (ઉ.વ.૪૬) રહે.ગામ બેડવાસ, ચારભુજા મંદિર પાસે, પોસ્ટ ડેબારી, તા.ગીરવા, જિ.ઉદેપુર રાજસ્થાન.
(ર) રૂપલાલ ઉર્ફે રૂપા ભંવરલાલ ગાડોલિયા લુહાર (ઉ.વ.ર૯) રહે. ગામ સાકરોદા, સરકારી સ્કૂલની બાજુમાં તા.ગીરવા જિ.ઉદેપુર રાજસ્થાન.
(૩) નીરૂસીંગ નામ માણસ કે જેનું પુરૂં નામકામ જણાવેલ જણાવેલ નથી.