(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૭
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારનાં આજે બપોરે પોલીસ કમિશ્નરનાં બગલા નજીક રોડની વચ્ચે ગેસપાઇપ લાઇનમાં લીકેજ થતા આગ ફાટી નિકળી હતી. બનાવની જાણ થતાં દોડી આવેલ ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, શહેરના અલકાપુરી રોડની વચ્ચેથી પસાર થઇ રહેલ અંડર ગ્રાઉન્ડ ગેસલાઇનમાં અચાનક લીકેજને કારણે આજે બપોરે આગ લાગી હતી. રોડ પર આગની ઘટનાથી લોકોમાં કૂતુહલ સાથે અફડાતફડી મચી ગઇ હતી. બનાવની જાણ વડોદરા મહાનગર પાલિકાના ગેસ વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી. આગ પાણીની વાલની બાજુમાં લાગી હતી. બનાવની જાણ થતા જ દોડી ગયેલ ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગને કાબુમાં લીધી હતી. ગેસ વિભાગની ટીમે ગેસલાઇનમાં રીપેરીંગનું કામ હાથ ધર્યું હતું.