અંકલેશ્વર, તા. ૧૦
અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે ની ઓમ સાઈ રેસીડેન્સી માં એક દુકાન માં થી વડોદરા આરઆરસેલ ની ટીમે ગેસનાં નાના સિલિન્ડરમાં રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડી એક શખ્સની ૮ નંગ બોટલ સાથે ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા આરઆરસેલ ની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ નમક કંપની પાછળનાં ભાગમાં ઓમ સાંઈ રેસીડેન્સી દુકાન માં રાંધણ ગેસનાં મોટા બોટલ માંથી નાના બોટલમાં ગેરકાયદેસર અને જોખમી રીતે રિફિલિંગનું કૌભાંડ કરવામાં આવે છે.
જે બાતમીને આધારે આરઆરસેલ ની ટીમે રેડ કરતા ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાય ગયુ હતુ , અને પોલીસે મૂળ રાજસ્થાન અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા બિપિન ભગતરામ ખટીક ની ધરપકડ કરી રૂપિયા ૮૫૦૦ ની કિંમત ની ખાલી તથા ભરેલી નાની મોટી ગેસની ૮ નંગ બોટલ તથા ૨ હજાર નો વજનકાંટો અને રિફિલિંગ પાઇપ મળી કુલ રૂપિયા ૧૦૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કરીને આ અંગે આર આર સેલે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.