નવી દિલ્હી, તા. ૭
કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ મંગળવારે જણાવ્યંુ હતું કે, જ્યારથી વડાપ્રધાન મોદીએ ભ્રષ્ટાચાર સામે લડવા માટે ઊંચી કિંમતો ધરાવતી નોટ પર પ્રતિંબંધનો નિર્ણય લીધો છે ત્યારબાદથી ભારત વધુ સ્વચ્છ, પારદર્શી અને ઇમાનદાર આર્થિક તંત્ર બન્યું છે. સરકારે ગત આઠમી નવેમ્બરે ભષ્ટાચાર, કરચોરી અને આતંકી ફંડિગ સામે લડવા માટે ચલણમાંથી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટો પરત ખેંચી લીધી હતી. આ સરકારના ઘાતક નિર્ણય નોટબંધીની પ્રથમ વરસીએ જેટલીએ જણાવ્યું હતું કે, નોટબંધીના નિર્ણયને હંમેશા ભારતીય ઇતિહાસમાં ઐતિહાસિક ગણાવવામાં આવશે. ગયા વર્ષે નોટબંધીને પગલે સમગ્ર દેશના લોકો બેંકો તથા એટીએમની બહાર લાંબી કતારોમાં લાગી ગયા હતા. બીજી તરફ વિપક્ષ સતત સરકાર પર તેમના નિર્ણયને લીધે પ્રહારો કરતો રહ્યો હતો. સરકારના નિર્ણયનો બચાવ કરતા ફેસબૂક પર જેટલીએ ફેસબૂક એકાઉન્ટ પરના બ્લોગમાં લખ્યંું હતું કે, જ્યારે સમગ્ર દેશ કાળા દિવસ વિરોધી તરીકે ચર્ચા કરી રહ્યો છે ત્યારે કોઇ મોટા કારણને લીધે જ નોટંબધીનો નિર્ણય લેવાયો છે. નોટબંધીના એક વર્ષના બ્લોગમાં તેમણે લખ્યંુ કે, કેટલાક લોકોને ફાયદા દેખાતા ન હોય આગામી પેઢી આઠમી નવેમ્બર ૨૦૧૬ને વિકાસના પગલાં રૂપે યાદ રાખશે. વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ સતત સરકારના નોટબંધી અને જીએસટી લાગુ કરવાના નિર્ણય સામે પ્રહારો કરી રહ્યો છે.