(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
સ્વઘોષિત વિવાદાસ્પદ ગોડમેન સાદ્‌ગુરૂ અને તે જ રીતે વિવાદાસ્પદ બોલિવુડ અભિનેત્રી કંગના રનોટ તાજેતરના દિવસોમાં દરેક પ્રકારના ખોટા કારણોને લીધે ચર્ચામાં છે.
કંગનાને નારીવાદી સમૂહો દ્વારા સન્માનિત કરવામાં આવી જ્યારે તેણે અભિનેતા હૃતિક રોશન પર એવો આરોપ મુક્યો હતો કે ભૂતકાળમાં હૃતિકને તેની સાથે લગ્નેત્તર સંબંધો હતા. કંગનાએ જ્યારે ફિલ્મ નિર્માતા કરણ જોહર પર ગંભીર આરોપ મૂક્યો હતો ત્યારે પણ તેણીએ ખૂબ જ પ્રશંસા મેળવી હતી.
પરંતુ તેણે હિન્દુત્વની આદર્શ વિચારાધારા સાથે જે રીતે પ્રચાર કર્યો છે તેને કારણે ભૂતકાળના તેના વિવાદોમાં તેનું સમર્થન કરનાર લોકો પણ નિરાશ થયા છે. સદ્‌ગુરૂ પર ભૂતકાળમાં ઘણા લોકોએ આરોપ મૂક્યો છે કે તે છેતરપિંડીમાં સામેલ હતા. તેમના પર એ પણ આરોપ મૂકાયો છે કે તેઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ચાહક બન્યા હતા.
ગાયના નામે થતી હત્યાને વાજબી ઠેરવવાની વિવાદાસ્પદ ટિપ્પણીઓ આપીને બંનેય ફરી એકવાર ચર્ચામાં છે. આ બંનેની વાતચીતનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર તે ચર્ચાનો વિષય બન્યા છે. આ વીડિયોમાં બંને કથિત ગૌરક્ષકોની આકરી ટીકા કરતા જોવા મળ્યા.
કંગનાએ આ વાતચીત કરતા કહ્યું કે જો તમે પ્રાણીઓને બચાવવા ઈચ્છો છો અને તેને નુકસાન પહોંચાડતા લોકોનો વિરોધ કરો છો, ત્યાં સુધી બરાબર છે, પરંતુ જ્યારે લિંચિંગ થાય છે ત્યારે ખૂબ જ ખરાબ લાગે છે કે આ બધું શું થઈ રહ્યું છે. લિંચિંગ એ ગેરકાયદેસર રીતે કોઈને સજા આપવા જેવું લાગે છે. સદ્‌ગુરૂ સાથે વાત કરતા કંગનાએ કહ્યું કે જ્યારે તે પોતાની ફિલ્મ મણિકર્ણિકાનું શૂટિંગ કરી રહી હતી. તે સમયે એક સીનમાં રાણી લક્ષ્મીબાઈએ એક વાછરડાને બચાવવાનું હતું. તે સમયે તેમની ટીમે વિચાર્યું કે તેમણે આ સીન કાપી નાખવો જોઈએ.
કંગનાએ જણાવ્યું કે હકીકતમાં હું શહીદની બાયોપિક મણિકર્ણિકામાં કામ કરી રહી છું જેમાં એક સીન મુજબ અભિનેત્રીએ ગાયના વાછરડાને બચાવવાનું હતું. અમારી ટીમે આ સીન કાપી નાખવાનું જણાવ્યું અને તેમનું કહેવું હતું કે આપણે વાછરડાને ના બચાવી શકીએ કારણ કે અમે ગૌરક્ષકોની જેમ દેખાવા નહોતા ઈચ્છતા હતા.
ઉલ્લેખનીય છે કે, કંગના રનોટ હાલ પોતાની આગામી ફિલ્મ મણિકર્ણિકાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા નિભાવી રહી છે.