જૂનાગઢ, તા. ર૪
માળિયાહાટીના તાલુકાના પાતળા ગામના પૂર્વ સરપંચ દંપતિ, સર્કલ ઓફિસરે સત્તાનો દુરઉપયોગ કરી અને ગૌચર જમીન સુધારણા યોજના હેઠળના કામો કર્યા વિના ખોટા બીલો રજૂ કરી ર૬ લાખ રૂપિયાની ઉચાપત કર્યાના મામલે એલસીબીએ ૬ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢના એસીબી પોલીસના ઈન્સપેક્ટર એન.એચ. જાડેજાએ ફરિયાદી બની પાતળા ગામના સત્તાધીશો સામે ફરિયાદ નોંધાવી છે કે, ર૦૧પથી ર૦૧૭ના બે વર્ષના સમયગાળામાં પૂર્વ સરપંચ જુસબ ઈસ્માઈલભાઈ લીંગારી તેમના પત્ની અને પૂર્વ વર્ષના સમયગાળામાં પૂર્વ સરપંચ ફરીદાબેન લીંગરી, તે સમયના તાલુકા પંચાયત કચેરીના તલાટી કમ મંત્રી અને હાલ સર્કલ ઓફિસર હેમરાજ અરજણભાઈ પટણી, ભીમશી બીજલભાઈ લુણી, જીવા ધાનાભાઈ કરમટા, પીઠા કરમણભાઈ ચાવડાએ પોતાની સત્તાનો ગેરઉપયોગ કરી કામગીરી ગેરરીતિ આચરી છે. આ બધા ઉપર આરોપ છે કે, પાતળા ગામે ગૌચર જમીન સુધારણા યોજના હેઠળ કામગીરીમાં મંજૂર થયેલ તે પ્રમાણે કામ કરવામાં આવ્યું હતું. તેમ વતાં વધુ રકમના બિલો બનાવી રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે તલાટી મંત્રીએ ખોટા રકમના બિલોના રકમના ચેકમાં પૂર્વ સરપંચે સહીઓ કરી આપી હતી. જો કે, ૧૩,૮૭,૮૦૦ રૂપિયાના ખોટા બિલોથી જીવા અને પીઠાને દહાડીયાની મંજૂરી તેમજ બિયારણ ખરીદીના ચૂકવ્યા બાદ કામ પુરૂ થઈ ગયું હોવાનું પ્રમાણ પત્ર પણ આપી દીધું હતું. તેમજ ફરીદાબેન ડીપોઝીટની રકમ રૂપિયા ૧ર,૧પ,૦૦૦નો ચેક તેમજ રોકડ નિયમ વિરૂદ્ધ આરોપી જુસબ અને ભીમશીને ચૂકવી આપ્યા હતા. આ પોતાના આર્થિક લાભ માટે સરકાને ર૬,૦ર,૮૦૦ રૂપિયાનું નુકસાન પહોંચાડેલ હોવાનું ખુલ્યું છે. આ ગુનામાં વધુ તપાસ ભાવનગરના ઈન્સપેક્ટર ઝેડ.જી.ચૌહાણને તપાસ સોંપવામાં આવી છે.