(એજન્સી) બેગ્લુરૂ, તા.ર૯
જેડીએસના વડા એચ.ડી. દેવગૌડાએ કહ્યું કે કર્ણાટકમાં કુમારસ્વામીના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ સમારોહમાં ૬ બિન ભાજપી પક્ષોએ હાજરી આપી હતી અને વિપક્ષી એકતા અને ગઠબંધન માટે પ્રતિબદ્ધતા બતાવી હતી પણ મને લાગે છે કે ર૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં એ સાથે ન પણ હોઈ શકે.
જો કે એમણે ગઠબંધન કરવા ઉપર ભાર મૂક્યો હતો અને સંકેતો આપ્યા હતા કે બની શકે છે કે મોદી લોકસભાની વહેલી ચૂંટણીઓની જાહેરાત કરી નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણીઓની જાહેરાત કરી દે.
ગયા મહિને કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં TMC, BSP, AAP, CPI(M)અને TDPએ હાજરી આપી હતી. ગૌડાએ કહ્યું કે સમાજવાદી પક્ષ અને બીએસપી સાથે ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી મુદ્દો વાતચીત થઈ રહી છે. કર્ણાટકમાં અમે કોંગ્રેસ સાથે મળી ચૂંટણીઓ લડીશું જો કે હજી બેઠકોની વહેંચણી બાબત ચર્ચા નથી થઈ પણ કોંગ્રેસ ૧૮ બેઠકો ઉપર અને અમે ૧૦ બેઠકો ઉપર ચૂંટણી લડીશું.
કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં હાજર રહેનાર બધા પક્ષો ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સાથે ન પણ હોય : ગૌડા

Recent Comments