(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
મંગળવારે લોકસભામાં એવી માહિતી આપવામાં આવી કે કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું ગૌરક્ષાને નામે થતાં હુમલાઓની ઘટનાઓની એફઆઈઆર દાખલ કરવાનું જણાવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હંસરાજ આહીરે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાનું તથા ગૌરક્ષાને નામે થતી હિંસાઓ રોકવાનું કામ જે તે રાજ્ય સરકારનું છે તેથી રાજ્ય સરકારોએ આવી ઘટનાઓની સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ., પશુ વેપારીઓ, ગૌમાંસ ખાનારા, મુસ્લિમો, દલિતો અને ડેરી ખેડૂતો પરના હુમલાઓ અટકાવવા માટે પગલાંઓ ભરવામાં આવે. એક લેખિત સવાલના જવાબમાં આહીરે કહ્યું કે પશુઓની હેરાફેરી પર અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા, ગૌરક્ષાને નામે ગુંડાગીરી અટકાવવા, આવા ગુનાઓની તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવા સંબંધિત એક એડવાઈઝરી રાજ્ય સરકારનો મોકલી દેવામાં આવી છે.