(એજન્સી) નવી દિલ્હી, તા.૬
વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની બેંગ્લુરૂમાં રાજ રાજેશ્વરીનગર સ્થિત તેમના ઘરની બહાર અજાણ્યા હુમલાવરોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. તેમની હત્યાની ખબરથી આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ અને દેશની બધી મોટી હસ્તીઓએ આ હત્યાની સખ્ત શબ્દોમાં નિંદા કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ આ ઘટનાને લોકતંત્રની હત્યા ગણાવી હતી. ગૌરીની હત્યા પર તેમના માનેલા પુત્ર દલિત નેતા જિગ્નેશ મેવાણી અને જેએનયુ વિદ્યાર્થી નેતા કનૈયાકુમારે પણ શોક વ્યકત કર્યો હતો. જિગ્નેશે ગૌરીને યાદ કરતાં ફેસબુક પર એક ભાવુક પોસ્ટ લખી. તેમણે લખ્યું કે ગૌરી કઈ રીતે તેમના માનેલા પુત્રોનું ધ્યાન રાખે છે. જિગ્નેશે ગૌરીથી થયેલ છેલ્લી મુલાકાતને યાદ કરતાં કહ્યું કે જ્યારે હું તેમનાથી મળ્યો હતો ત્યારે તેઓ મારી માટે એક ટી-શર્ટ અને મીઠાઈ લાવ્યા હતા. જેણે મેં જેએનયુના મોહિત પાંડે અને શહલા રાશિદને પણ આપી હતી જ્યારે પણ હું અને કનૈયાકુમાર બેંગ્લુરૂ આવતાં ત્યારે તેઓ કડક શબ્દોમાં આયોજકોને તેમના ઘરે રોકવા કહેતી હતી. તેઓ અડધી રાત્રે પણ તેમનો સારો દીકરો છે અને કનૈયા તેમનો ખરાબ પુત્ર. તેઓ અમારા બન્નેને બરાબર પ્રેમ કરતી હતી. આ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે, હવે હું ફરી વાર તેમને નહીં જોઈ શકું. જિગ્નેશે આ દિવસને ભારતીય લોકતંત્રનો કાળો દિવસ ગણાવ્યો છે. જિગ્નેશે કહ્યું કે, લંકેશને તેમના નીડર હોવાની કિંમત ચૂકવવી પડી. આ લોકતંત્ર અને તર્ક સંગતતાની હત્યા છે. જેએનયુના પૂર્વ અધ્યક્ષ કનૈયાકુમારે ગૌરી લંકેશની હત્યા પર દુઃખ બતાવતા આને કાયરતાપૂર્ણ હત્યા ગણાવી તેમણે ટ્‌વીટ કરી કહ્યું કે તેઓ હંમેશા અમારા દિલમાં કાયમ રહેશે. તેઓ મારી મા સમાન હતા. જ્યારે ઉમર ખાલીદે જણાવ્યું કે, ગૌરીની હત્યાથી તેમના વિચારો નહીં મરે. હું તેમને હત્યાને લઈ ગુસ્સે અને આઘાતમાં છું. ગૌરી ખુલ્લા હિન્દુત્વ ફાસીવાદના વિરોધી હતા. તેઓ પત્રકાર નહીં પણ તેમનાથી પણ કંઈક વધારે હતા. તેઓ જેએનયુના મજબૂત સહયોગી હતા. તેઓ મને પુત્ર અને મિત્ર માનતા હતા. તેમને ચાર લોકોને દત્તક લીધા હતા. જેમાં હું અનીર્બન, કનૈયાકુમાર અને જિગ્નેશ મેવાની છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપો.