(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે કર્ણાટક પોલીસે વિશેષ તપાસ દળ (એસઆઇટી)એ પરશુરામ બાગમોરે નામના એક શખ્સની ધરપકડ કરી છે. ૨૬ વર્ષીય બાગમોરે રાઈટ વિંગ ગ્રૂપ શ્રી રામ સેનેનો સભ્ય છે. માનવામાં આવી રહ્યું છે કે, તેને સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ગૌરી લંકેશને તેમના ઘરની બહાર ગોળી મારી હતી.
આરોપીને મંગળવારે મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો. તેને ૧૪ દિવસની પોલીસ હીરાસતમાં મોકલવામાં આવ્યો છે. એસઆઈટીએ તેની સાથે સુનિલ અગાસારાની પણ ધરપકડ કરી છે. પોલીસ અનુસાર પરશુરામ બીજાપુર જિલ્લાના સીંદગી પ્રાંતમાં રહે છે અને મોબાઇલની દુકાન ચલાવે છે. ત્યાં જ સુનિલ સીંદગીમાં કપડાં ઈસ્ત્રી કરવાનું કામ કરતો હતો. તેઓ સીંદગીમાં ૨૦૧૨માં તેહસીલદારના કાર્યાલય પર પાકિસ્તાની ઝંડો ફરકાવવાનો પણ આરોપ છે. આ ઘટના બાદ એ વિસ્તારમાં કોમી તણાવ ઊભો થઇ ગયો હતો પણ પોલીસ તત્કાળ કાર્યવાહી કરતા આરોપીઓને પકડી પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, બધા આરોપીઓ હિન્દુવાદી સંગઠનોથી હતા. સ્થાનીય અદાલતે પછીથી તેઓને છોડી મુક્યા હતા.
પરશુરામના મિત્ર રાકેશે જણાવ્યું કે, તેનું ગૌરી લંકેશની હત્યાકાંડને લઈ કોઈ લેવડદેવડ નથી તે કયારેય બેંગલુરૂં ગયો નથી. તેણે જણાવ્યું કે, અમે નથી માનતા તે હત્યારો છે. તે સીંદગીમાં જ રહેતો હતો. જો પોલીસની પાસે કોઈ પુરાવો છે તો તેઓને અમને દેખાડવા જોઈએ. તેણે આગળ જણાવ્યું કે, પરશુરામની પોલીસે ત્રણ દિવસ પહેલા ધરપકડ કરી હતી. તેણે હિન્દૂ સમાજને સરકારની વિરૂદ્ધ ઊભા થવાનો આગ્રહ કર્યો.
પરશુરામનું ઘર મંગળવારે બંધ હતું અને તેના માતાપિતાથી વાત ના થઈ શકી. બેંગલુરૂની એક સ્થાનીય કોર્ટે પરશુરામને ૧૪ દિવસની પોલીસ હીરાસતમાં મોકલી દીધો. તેણે કોર્ટમાં કહ્યું કે, તેને વકીલ કરવો છે. કેટલાક મહિના પહેલા એસઆઇટીએ આ મામલે પ્રથમ ધરપકડ કરી હતી. હિન્દુવાદી સંગઠનથી જોડાયેલા નવીન કુમાર ઉર્ફ હોતે માંજાની ધરપકડ કરી હતી. તેનાથી પૂછપરછ બાદ બીજા લોકોની ધરપકડ કરાઈ છે.