(એજન્સી) નવી દિલ્હી, તા.૭
ગૌરી લંકેશની હત્યા પર દ્વેષપૂર્ણ સંદેશોની નિંદા કરનાર કેન્દ્રીય ઈર્ન્ફોમેશન એન્ડ ટેકનોલોજી મંત્રી રવિશંકર મહારાજે ટ્‌વીટર યુઝરોની આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જે તેમને આરએસએસ પર થયેલા પ્રહાર અંગે મૌન રહેવા અંગે પ્રશ્નો કરી રહ્યા છે. પપ વર્ષીય વરિષ્ઠ પત્રકારની બેંગ્લુરૂમાં તેમના નિવાસસ્થાનની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ ઘટનાથી ર૦૧૩થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩ રેશનાલિસ્ટ અને ગબી પાંખ તરફી વિચારકોની હત્યાઓની યાદ તાજી થઈ. પ્રસાદે ટ્‌વીટ કરી હતી કે કોઈની હત્યા પર ખુશી વ્યકત કરવી એ ખૂબ જ શરમજનક, ખેદજનક અને ભારતીય પરંપરાની તદ્દન વિરૂદ્ધ છે. સોશિયલ મીડિયા આ બધી બાબતો માટે નથી. સોશિયલ મીડિયા પર થઈ રહેલા ટ્રોલ સૂચવે છે કે લંકેશ જેના લાયક હતા તે તેમને મળ્યું અને તેવા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે કે કર્ણાટકની સરકાર દ્વારા શા માટે તેમની અંતિમવિધિ કરવામાં આવી. સમગ્ર દેશમાં ગૌરીની હત્યા વિરૂદ્ધ થયેલા દેખાવોનો ઉપહાસ કરતાં પ્રશ્નો કર્યા હતા. એક ટ્‌વીટર યુઝરે લખ્યું કે સોશિયલ મીડિયા ફકત હિન્દુઓ પર પ્રહાર કરવા માટે છે તમે અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરૂદ્ધની હિમાયત કરી રહ્યા છો. ગૌરીની હત્યા માટે અપમાનજનક ટ્‌વીટ કરનારાઓમાં કેટલાક લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય ભાજપ નેતાઓ ફોલો કરે છે. વડાપ્રધાન મોદી અને દેવેન્દ્ર ફડણવીસ જેને ફોલો કરે છે તેણે ટ્‌વીટ કરી કે બુરહાન વાની બાદ ગૌરી લંકેશની પણ હત્યા કરવામાં આવી. આ ઘટના ખરેખર દુઃખદ છે.