(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કેન્દ્ર સરકારે આજે લોકસભામાં જણાવ્યું હતું કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અંગે કોઈ ગૃહમંત્રાલયને દરખાસ્ત મળી નથી. તેમ ગૃહમંત્રી કિરણ રીજજુએ એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના આર્ટીકલ ર૪૬(૩) હેઠળની કાયદેસર સત્તાઓ વહેંચાયેલી છે. જે મુજબ પશુ સંરક્ષણ અંગે રાજ્યોને વિશેષ સત્તા મળી છે.