(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
સરકારે સંસદના ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં સરકારે ૧૮ વિરોધ પક્ષો સાથે કામ પાર પાડવા માટે તૈયારી કરી હતી. બેઠકમાં હાજર રહેલા વડાપ્રધાન મોદીએ ગૌરક્ષા, જીએસટી, ચીન અને કાશ્મીર જેવા વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. મોદીએ જીએસટીને ટેકો આપવા બદલ તમામ રાજકીય પાર્ટીઓને ધન્યવાદ આપ્યાં હતા. મોદીએ જીએસટી અંગે બંધારણ સુધારા, તમામ પ્રદેશોમાં લાગુ પાડવા અંગે તમામ પાર્ટીઓનો આભાર માન્યો હતો. તે ઉપરાંત રાષ્ટ્રપતિ ચૂંટણીની ગરિમા બનાવી રાખવા માટે મોદીએ તમામ પાર્ટીઓનો પણ આભાર માન્યો. મોદીએ કહ્યું કે ચૂંટણી માટે સામાન્ય સહમતી બની હોત તો વધારે સારૂ થયું હોત.
૧૦ મુદ્દાઓ
૧. વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાજકીય લાભ ખાટવા માટે ગૌરક્ષા અને બીજી ઘટનાઓને કોમી રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવું કેન્દ્રીય મંત્રી અનંત કુમારે બેઠક બાદ જણાવ્યું. મોદીએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યની આંતરિક બાબત છે. અને રાજ્યની મહત્વની જવાબદારી પણ છે.
૨. મોદીએ જીએસટીને ટેકો આપવા બદલ તમામ રાજકીય પાર્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે આ સહયોગીય સઁંઘીય માળખાને આપવામાં આવેલા સમર્થનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
૩. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ ગોરક્ષા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગોરક્ષાને નામે કાયદો હાથમાં લેનાર લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
૪. ભ્રષ્ટાચારના મુદ્દે બોલતાં મોદીએ કહ્યું કે તેની સામે પણ સરકારની ઝીરો ટોલેરન્સની નીતિ છે. માનવામાં આવી રહ્યું છે કે મોદીનો ઈશારો હાલમાં આરજેડી વડા લાલુપ્રસાદ યાદવની સામે થયેલી કાર્યવાહી તરફ હતો.
૫. બેઠક પછી સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે કહ્યું કે બેઠકમાં વડાપ્રધાને કહ્યું છે કે ગોરક્ષાને નામે જેઓ હિંસા આચરી રહ્યાં છે તેમની સામે ઉગ્ર કાર્યવાહી કરવામાં આવશે. કુમારના જણાવ્યાનુસાર, મોદીએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્યોની છે.
૬. તેમણે કહ્યું કે આ સંબંધમાં એક એડવાઈઝરી પણ રાજ્યોને મોકલી આપવામાં આવી છે. જેઓ આવી હરકતો કરી રહ્યાં છે, આવા ગુનાઓ કરી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
૭. બેઠકમાં વડાપ્રધાને કહ્યું હતું કે ગૌરક્ષા અને બીજી ઘટનાઓને કોમી રંગ આપવામાં આવી રહ્યો છે. તેનો રાજકીય લાભ લેવાની પણ હોડ લાગી છે. પરંતુ તેનાથી દેશનું કોઈ ભલું નહીં થાય. બધા દળોએ ભેગા થઈને તેને અટકાવવું પડશે. દેશમાં એ ભાવના છે કે ગોમાતાની રક્ષા થવી જોઈએ પરંતુ તેને માટે કાનૂન છે.
૮. કાનૂન હાથમાં લેવાનું કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવામાં આવે. બેઠકમાં મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચારની સામે જે લડાઈ શરૂ થઈ છે તે ચાલુ રહેશે. તેમણે તમામ પાર્ટીઓને તેમાં સહયોગ આપવાની અપીલ કરી.
૯. મોદીએે તમામ પાર્ટીઓ અપીલ કરી કે તેઓ ભ્રષ્ટ નેતાઓને દૂર કરીને કાનૂની કાર્યવાહીને આગળ વધારવામાં સંઘર્ષ કરે. અનંતકુમારે કહ્યું કે ચીન અને કાશ્મીર પર હાલમાં રાજનાથ, સુષમા અને જેટલીની વચ્ચે ચર્ચા થઈ છે. સમગ્ર દેશ આ અંગે એક છે. તમામ દળોએ પણ કહ્યું કે તેઓ સરકારની સાથે છે. સરકાર ગૃહમાં દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.
૧૦. મોદીએ જીએસટી અંગે બંધારણ સુધારા, તમામ પ્રદેશોમાં લાગુ પાડવા અંગ તમામ પાર્ટીઓનો આભાર માન્યો હતો. તે ઉપરાંત રાષ્ટ્રપતિ ચૂંટણીની ગરિમા બનાવી રાખવા માટે મોદીએ તમામ પાર્ટીઓનો પણ આભાર માન્યો. મોદીએ કહ્યું કે ચૂંટણી માટે સામાન્ય સહમતી બની હોત તો વધારે સારૂ થયું હોત. પરંતુ આટલા દિવસોમાં કટૂતાનો કોઈ ભાવ જોવા મળ્યો નથી તે સારી વાત છે. મોદીએ ઉત્તર પૂર્વોતરમાં આવેલા પૂર અઁગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
ગાયને માતા માનનારી માન્યતા લોકોને કાયદો હાથમાં લેવા પ્રેરતી ન હોય : મોદી

Recent Comments