(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
એક અંગ્રેજી સમાચાર પત્રના અહેવાલ મુજબ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી ઉમર ખાલિદ પર હુમલામાં સામેલ યુવકોમાંના એક નવીન દલાલની ર૦૧૪માં ભાજપના દિલ્હી કાર્યાલયમાં ગાયનું કાપેલું માથું લઈને ઘૂસવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
તે એ ચાલીસ લોકોની ભીડમાં સામેલ હતો. જેણે ગાયના માથા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. નવીન દલાલ અને દરવેશ શાહપુર નામના બે યુવકોની ઉમર ખાલિદ પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.