(એજન્સી) તા.૧૫
જોકે હવે પવિત્ર રમઝાન મહિનાના આગમનની તૈયારી જ છે ત્યારે લોકોએ તેમના ઘર-શેરી-મોહલ્લાને અવનવી રંગબેરંગી લાઇટિંગથી શરણગારવાની શરુઆત કરી દીધી છે અને બજારોમાં પણ હવે અવનવી ફાનસો જોવા મળી રહી છે. પરંતુ ગાઝામાં આ વખતે બાળકોના હાથમાં ફાનસ પણ જોવા નથી મળી રહી. ચાલુ વર્ષે ગાઝામાં દરેક બજારમાં ફાનસ મળી રહી છે, લાઈટિંગો મળી રહી છે. તદઉપરાંત તે હજુ સુધી બાળકોના હાથ સુધી પહોંચી શકી રહી નથી. જોકે ગત વર્ષ કરતાં પણ આ વખતે ફાનસના ભાવ ખૂબ જ ઓછા હોવા છતાં પણ લોકો ફાનસ ખરીદી શકી રહ્યાં નથી. જોકે આવું ફક્ત એટલા માટે નથી બની રહ્યું કે લોકો રમઝાન શરીફ માટે લાઇટિંગ કે ફાનસ ખરીદતા નથી પરંતુ આ તો ઇઝરાયેલની નાકાબંધી છે જેના કારણે ગાઝામાં વર્તમાન સમયમાં પણ ભયંકર આર્થિક મંદી અને કટોકટી જોવા મળી રહી છે. ગાઝાનું અર્થતંત્ર કથળી ગયું અને અહીંના રહેવાસીઓને તેમની પાયાની સુવિધાઓ અને અધિકારો પણ સારી રીતે મળી રહ્યાં નથી. ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટી પર ઇઝરાયેલે દાયકાઓથી નાકાબંધી લાગુ કરી રાખી છે. આ ખરેખર સાચી વાત છે કે રમઝાન શરીફમાં બાળકોને લેન્ટર્ન કે ફાનસ ખરીદી ન આપીને લોકો તેમના બાળકના મનને દુઃખ પહોંચાડી રહ્યાં છે અને તેમનાં બાળકોના બાળપણની મજા ચોરી રહ્યાં છે પણ એમાં પણ તેમનો કોઇ દોષ નથી. ઇઝરાયેલની નાકાબંધીને કારણે સમગ્ર ગાઝામાં ભયંકર રીતે બેરોજગારી, ગરીબી અને વીજળીની સમસ્યા જોવા મળી રહી છે. અહીં ઇંધણનો ભયંકર અભાવ છે જેના કારણે વીજ પ્લાન્ટ પણ બંધ પડી ગયા છે. આવી આર્થિક કટોકટીથી કંટાળીને જ ગાઝા ઇઝરાયેલ સરહદે હવે ગ્રેટ માર્ચ ઓફ રિટર્નનું આયોજન કરીને પોતાના અધિકારો પાછા મેળવવાની લડાઇ શરુ કરવામાં આવી છે.