પેરિસ,તા. ૬
આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપ ફુટબોલ માટે ક્વાલિફાઇંગ મેચોનો દોર જારી રહ્યો છે. જર્મની અને ઇંગ્લેન્ડે પોતપોતાની મેચ જીતીને ક્વોલિફિકેશનની નજીક પહોંચી જવામાં સફળતા મેળવી છે. બીજી બાજુ સ્પેને પણ શાનદાર દેખાવ જાળવી રાખીને વધુ એક મોટી જીત હાસલ કરી હતી. જુદા જુદા ગ્રુપની મેચોમાં મોટી ટીમો જીત મેળવીને આગેકૂચ કરી રહી છે. ગ્રુપ એફમાં ઇંગ્લેન્ડ અને સ્લોવેકિયા વચ્ચે સીધી ટક્કર છે જ્યારે ગ્રુપ સીમાં જર્મની સૌથી આગળ છે. ગ્રુપ ઇમાં પોલેન્ડ અને ડેનમાર્ક પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગ્રુપ એફમાં ઇંગ્લેન્ડ પાસેથી વધુ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી બાજુ દક્ષિણ કોરિયાએ પણ જીત મેળવીને વર્લ્ડકપમાં પ્રવેશ કરવાની પોતાની આશા જીવંત રાખી છે.
ગ્રુપ ઇમાં પોલેન્ડ પ્રથમ ક્રમાંક ઉપર છે. કઝાકિસ્તાન ઉપર પોલેન્ડે ૩-૦થી જીત મેળવી હતી જ્યારે ડેનમાર્કે અરમેનિયા ઉપર ૪-૧થી જીત મેળવી હતી. અન્ય એક મેચમાં રોમાનિયા સામે મોન્ટેગારોએ ૧-૦થી જીત મેળવી હતી.