(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૧૦
પ્રાતિજના વદરાડમાં રહેતાં અને એસ.ટી કન્ડકટર તરીકે નોકરી કરતા યુવાને બિનસચિવાલયની પરીક્ષાના આપી હોવા છતાં પરીક્ષામાં થયેલ ગેરરીતિમાં માટે નોટીસ પાઠવી છે. તેને તપાસ માટે ગાંધીનગર હાજર રહેવાનો આદેશ થતાં તે પરીક્ષાર્થીની હાલતો ઊંઘ હરામ થઈ ગઈ છે.
હાલ બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થયાની ચારેય તરફ ફરીયાદો ઉઠતા ગેરરીતિ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના વદરાડ ગામના અપૂર્વ દિનેશભાઇ પટેલ કે જેવો એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે અને તેવોએ બિન સચિવાલય કલાર્ક માટેની નોકરી માટે અરજી પત્રક ભર્યું હતું પરતુ સંજોગો વસાત નોકરી માંથી રજા ના મળતા તે આ પરીક્ષા આપી શકયા ન હતો તો આ ઉમેદવારેે આ પરીક્ષા જ નથી આપી તેમ છતાં તેને પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગુનેગાર બનાવવામાં આવતા હાલતો ગેરહાજર પરીક્ષાર્થી ને ગુનેગાર ગણી ગાંધીનગર ખાતે હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે તો આ પરીક્ષાર્થી જો હાજર નહી રહેતો ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવુંં જણાવાયું છે. ત્યારે આ ગેરહાજર પરીક્ષાર્થીના પગ નીચે થી એકદમ ધરતી ખસી ગઇ છે. ઉપર પણ છાંટા ઉડ્યા છે ત્યારે ખરેખર ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓને બદલે ગેરહાજર પરીક્ષાર્થીઓને ગુનેગાર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવા લોકપ્રશ્નો ઉઠયા છે.