(એજન્સી) બુલંદશહેર, તા.૬
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગૌહત્યાની શંકામાં થયેલી હિંસાના દિવસે ત્યાંથી મુશ્કેલથી ૧૦૦ મીટર દૂર સ્થિત સ્કૂલમાં બાળકોને સમય પહેલાં જ મધ્યાહ્‌ન-ભોજન આપી દેવામાં આવ્યું હતું. સ્કૂલના શિક્ષક પ્રભારીએ જણાવ્યું કે, બાળકોને જલદી ભોજન ખવડાવી અને તાત્કાલિક ઘર મોકલવાનો આદેશ મળ્યો હતો. ચિંગરાવહી ગામમાં સ્થિત પ્રાથમિક અને જૂનિયર માધ્યમિક વિદ્યાલયમાં ત્રણ ડિસેમ્બરે ૧પ૦થી વધુ વિદ્યાર્થીઓને સમય પહેલાં બપોરે ૧૧ વાગીને ૧પ મિનિટે મધ્યાહ્‌ન ભોજન આપી દેવામાં આવ્યું હતું. આ જ ગામમાં ત્રણ ડિસેમ્બરના દિવસે ૪૦૦ લોકોની ભીડની પોલીસ સાથે અથડામણ થઈ હતી. મુશ્કેલીથી ૧૦૦ મીટર દૂર થઈ રહેલા તણાવ વિશે અજાણ, આ તે બાળકો માટે અસામાન્ય હતું, તેમને સામાન્ય રીતે સ્કૂલમાં બપોરે ૧રઃ૩૦ વાગે ભોજન આપવામાં આવતું હતું. સ્કૂલમાં રસોઈયા અને મધ્યાહ્‌ન ભોજન પીરસનારા રાજપાલસિંહે જણાવ્યું કે, તે દિવસ અમને ભોજન જલદી વહેંચવા અને બાળકોને ઘર મોકલવાનો આદેશ મળ્યો હતો. આ સ્કૂલમાં પ્રાથમિક ધોરણના ૧૦૭ અને જૂનિયર માધ્યમિકના ૬૬ બાળકો છે. સ્કૂલ સવારે નવ વાગે શરૂ થઈને બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલે છે. પ્રાથમિક સ્કૂલના શિક્ષક પ્રભારી દેશરાજસિંહે જણાવ્યું કે, બાળકોને ભોજન ખવડાવીને તરત જ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
સિંહ બે શિક્ષિકાઓ અને બે શિક્ષક મિત્રોની સાથે ધોરણ ૧થી પ સુધીના વિદ્યાર્થીઓને ભણાવે છે. બંને પ્રાથમિક અને માધ્યમિક સેક્શનનું સંચાલન તે જ સ્કૂલ પરિસરમાં થાય છે. સિંહે જણાવ્યું કે, ભીડ અસામાન્ય રીતે બૂમો પાડી રહી હતી, આ અસામાન્ય દેખાઈ રહ્યું હતું. પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સવારે ૧૧ વાગે એક મેસેજ મોકલ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઈજતેમાના કારણે સ્થિતિ સારી નથી અને બાળકોને ભોજન આપી અને તેમને જલદી છોડી દેવામાં આવે. સિંહે જણાવ્યું કે, મેરઠથી આવેલા શિક્ષકોને પણ જલદી જવા માટે કહેવામાં આવ્યું હતું જેથી તેઓ ટ્રાફિકજામમાં ફસાઈ ના જાય. તેમણે જણાવ્યું કે, સોમવારે સ્કૂલમાંથી બધા જલદી જતા રહ્યા હતા અને પછી જિલ્લા પ્રશાસને મંગળવારે પણ સ્કૂલો બંધ રાખવાના આદેશ આપ્યા હતા. જ્યારે બુધવારે ફરી સ્કૂલ ખૂલી તો ત્યાં કોઈ વિદ્યાર્થી ન હતું અને દેશરાજસિંહ તેમજ ઉમા રાનીએ અન્ય સ્ટાફ સાથે તેમની રાહ જોઈ. રાનીએ જણાવ્યું કે, નિશ્ચિત રીતે સોમવારથી ગામમાં જારી તણાવને કારણે એવું થયું હતું. બુલંદશહેર હિંસામાં એક પોલીસ નિરીક્ષક અને ર૦ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. જે અંગે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.