ભૂજ,તા.ર૮
કચ્છમાં ઘાસચારાની ઉભી થયેલી કટોકટી સંદર્ભે કચ્છ કોંગ્રેસ દ્વારા આજ ભૂજ ખાતે ઉગ્ર વિરોધ સાથે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કચ્છમાં પશુઓ માટે ઘાસની અછત છે. ત્યારે આગામી આઠ દિવસનું સરકારને અલ્ટીમેટમ અપાયું હતું. જો કે ભૂજ ખાતે કલેક્ટર કચેરીને કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગાયોના ટોાળ સાથે ઘેરાવ કરવાનો પ્રયાસ કરાતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજૂવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે ભાજપ સરકાર ભૂખી ગાયોની ભાંભરડા સાંભળતી નથી. જેથી અમે ગાયોને કલેક્ટર કચેરી રૂબરૂ લઈજવાનો પ્રયાસ કર્યો જેને સરકારે લાઠીચાર્જથી વિખેરી નાખ્યો હતો. આ સાથે જ કચ્છ કોંગ્રેસે આગામી આઠ દિવસમાં ઘાસચારાનો જથ્થો પૂરતા પ્રમાણમાં કચ્છને નહિ મળે તો કચ્છમાં સરકારના મંત્રીઓ-ધારાસભ્યોએા ઘેરાવ કરાશે તેવું અલ્ટીમેટમ આપ્યું હતું. આ વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સંતોકબેન આરેઠિયા, અગ્રણીઓ જુમ્માભાઈ રાયમા, આદમભાઈ ચાકી, વી.કે.ડુંબલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.