(એજન્સી) તા.૧૦
કર્ણાટકના બેલાગાવી જિલ્લામાં અઢી વર્ષની માસૂમ બાળા પર બળાત્કાર ગુજારી જીવંત દફનાવવાનો પ્રયત્ન કરનાર પીડિતાના આરોપીની પોલીસે ધરપકડ કરી. હાલ સ્થાનિક સમાચારપત્રોમાં પણ તેનું નામ અને ઉંમર બતાવવામાં આવી નથી.
એક રિપોર્ટમાં દર્શાવેલ સર્વે મુજબ દર ૪પ,૦૦૦ બાળકો જેમની ઉંમર ૧ર-૧૮ વર્ષની વચ્ચે છે એવા તમામ દર બે બાળકો સાથે જાતીય સતામણી થાય છે.
હાલ ખૂબ જ આશ્ચર્યચકિત ઘટના બહાર આવી છે જ્યાં માત્ર અઢી વર્ષની માસૂમ બાળા સાથે શાળાના પટાવાળાએ બળાત્કાર ગુજાર્યો. જ્યારે એક દિવસ અગાઉ દિલ્હીની એક શાળામાં અભ્યાસ કરતી માત્ર પાંચ વર્ષની બાળા સાથે બળાત્કાર થયો તદ્ઉપરાંત રેયાન ઈન્ટરનેશનલ શાળામાં ૭ વર્ષના બાળકને છૂરાના ઘા મારી બાથરૂમમાં હત્યા કરી નાખી જેમાં બસના કંડક્ટરને ફ્રેમ કરવામાં આવી રહ્યો છે. એવું તેમના પરિજનોનું કહેવું છે. તદ્ઉપરાંત આ જ અઠવાડિયે સુપ્રીમ કોર્ટ ૧૩ વર્ષની બાળા જેની સાથે બળાત્કાર થયો હતો તેને ગર્ભપાત કરવાનો હુકમ આપ્યો હતો અને એના એક અઠવાડિયા બાદ જ અન્ય બીજી શરમજનક ઘટના બહાર આવી છે.
કર્ણાટક : ઘૂંટણીયે ચાલતી અઢી વર્ષની માસૂમ બાળા પર બળાત્કાર

Recent Comments