સાવરકુંડલા, તા.ર૧
અનોખો રેકોર્ડ ધરાવતું ભારતનું એક માત્ર મથક બાણેજ ગીર, મધ્ય ગીરમાં આવેલું છે. અહી અસંખ્ય સિંહો હોવાથી આ વિસ્તારને સરકાર દ્વારા આરક્ષિત કરાયો છે. માટે અહીં જવા-આવવા પર સરકારી કાયદા લાદવામાં આવ્યા છે. એવા મધ્ય ગીરના એકમાત્ર વોટર જે ના માટે ચૂંટણી પાંચ ખાસ સજ્જ છે અને ખાસ તૈયારી એક માત્ર મત લેવા કરી રહ્યું છે. જેમાં પાંચથી વધુ સ્ટાફ અને પાંચથી વધુ સુરક્ષા કર્મી હશે એવા રેકોર્ડ ધરાવતા આ મતદાન કેન્દ્રમાં માત્ર એક મિનીટમાં ૧૦૦ ટકા મતદાન થાય છે જે કદાચ વિશ્વ રેકોર્ડ છે જેમાં એક જ મિનિટમાં સમગ્ર મતદાન પૂરું થઇ જાય છે. ત્યારે અહીં ભરતદાસ બાપુજે એક માત્ર વોટર છે જે વોટ લેવા ચૂંટણી પાંચ દ્વારા આગવું આયોજન થાય છે અહી ગીરમાં આવેલ બાણ ગંગેશ્વરનું અતિ પોરાણિક મંદિર આવેલું છે. જેના મહંત ભરતદાસ બાપુ વર્ષોથી અહી સેવા પૂજા કરે છે જેને ભારત સરકાર દ્વારા મધ્ય ગીરમાં ગાઢજંગલમાં પણ મત દેવાનો અધિકાર આપવામાં આવેલ છે. અહી જવા માટે સરકારી નિયમોનો સામનો કરવો પડે છે. ધારીથી ૩૦ કિ.મી. અને જામવાળાથી ૫૨૦ કિ.મી.નો રસ્તો છે ત્યારે અમરેલી મત ક્ષેત્રમાં વર્ષો સુધી રહેલું પરંતુ ૨૦૦૨થી આ વિસ્તાર ગીર સોમનાથમાં સમાવિષ્ટ છે. ત્યારે ભારતનું પ્રથમ મતદાન કેન્દ્ર છે. જ્યાં એક મત લેવા ચૂંટણી પાંચ આગવું આયોજન કરે છે જે દર્શાવે છે કે લોકશાહી પ્રણાલી કેટલી મહાન છે લોકોનો મત લોકશાહીમાં કેટલો મહત્વ છે.